*રાજકોટ શહેર જીલ્લા કલેકટરે શરતોને આધીન દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી અંગેનો સુધારા હુકમ જાહેર કર્યો.*
*રાજકોટ શહેર તા.૬.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ જીલ્લા કલેકટર મેજિસ્ટ્રેટ રેમ્યા મોહન દ્વારા ધી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ ની કલમ.૩૪ તથા ઘી ગુજરાત એપેડેમિક ડિસીઝ કોવીડ રેગ્યુલેશન, ૨૦૨૦ ની જોગવાઈઓની રૂએ સમગ્ર જીલ્લાના વિસ્તારમાં લોકડાઉન દરમિયાન દુકાનદારો, ધંધાદારીઓને શરતોને આધીન દુકાનો ખુલ્લી રાખવા પરવાનગી આપી છે. મહાનગરપાલિકાની મર્યાદામાં આવશ્યક ચીજવસ્તુઓ, દવા વગેરેના વેચાણ માટે મંજૂરી આપવામાં આવી હોય કે પાસ ઇસ્યુ કરવામાં આવ્યા હોય. તે દુકાનો ચાલુ રાખી શકાશે. તે સિવાયની કોઈપણ દુકાનો ચાલુ રાખી શકાશે નહીં. જીલ્લાની કોઈપણ વ્યક્તિ આવશ્યક કારણોસર જ ઘર બહાર નીકળે અને બહાર નીકળે ત્યારે ચહેરા પર માસ્ક અથવા રક્ષણાત્મક કવરનો ઉપયોગ કરવાનો રહેશે. દારૂનું વેચાણ કરતી પરમિટ શોપ, તમાકુ, પાન-મસાલા, ગુટકા, સિગરેટની દુકાનો, સ્પા, ટી-સ્ટોલ, ફરસાણ અને મીઠાઈની દુકાનો, હોટલ, રેસ્ટોરન્ટ બંધ રહેશે. જરૂર જણાયે અલાયદા હુકમથી ફરમાવવામાં આવે તેવી કોઈપણ દુકાન ખુલ્લી રાખી શકાશે નહીં. જીલ્લામાં જાહેર કરાયેલા ક્ધટેન્મેન્ટ ઝોન વિસ્તારમાં તેમજ હવે પછી જાહેર થનાર ક્ધટેન્મેન્ટ વિસ્તારમાં કોઇ પણ પ્રકારની દુકાનો ચાલુ રાખી શકાશે નહીં. ક્ધટેન્મેન્ટ ઝોન જાહેર કરેલા વિસ્તારમાંથી કર્મચારી કે કઈ કામદાર આવી શકશે નહીં.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*