*રાજકોટ શહેર જ્યોતિ C.N.C દ્વારા ધમણ-૪ સફળતા પૂર્વક પાર કરેલા તમામ પરિક્ષણ અંગે આજે રાજકોટ ખાતે પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી.*
*રાજકોટ શહેર તા.૨૮.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર આજે ધમણ-૩ તમામ પરીક્ષણ પાસ કરી આગળ આવી ગયું છે. ધમણ-૩માં કેવી કેવી ખાસિયતો છે. તે અંગે કંપનીના માલિક પરાક્રમસિંહ જાડેજાએ માહિતી આપી હતી. અને કહ્યું હતું કે ,ધમણ-3માં ડોક્ટર મોબાઈલમાંથી ઓપરેટ કરી શકે તેવુ ફિચર્સ એડ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી ડોક્ટરની હાજરી હતી. પરંતુ ડોક્ટર કોઈ પણ જગ્યાએ હશે ત્યાંથી તે જોઈ શકશે. અને ઓપરેટ પણ કરી શકશે. સૌથી અપડેટ ફિચર અમે ધમણ-3માં એડ કર્યું છે. ૫ હજાર ધમણ-3 તૈયાર કરીને જ્યોતિ C.N.C સરકારને આપશે. ધમણ-૧ માં કોઈ પણ પ્રકારની ખામી નથી. જ્યોતિ C.N.C ને ૫ હજાર વેન્ટિલેટરનો ઓર્ડર મળ્યો છે. મહત્વનું છે કે જુલાઈ મહિનામાં ધમણ-3 ટેસ્ટ માટે મોકલવામાં આવ્યું હતું. જે બાદ R.T.I માં એવો ઉલ્લેખ ન હતો કે ધમણ-3 ફેલ છે. અમારૂ ધમણ-3 આજે ફુલી ટ્રાયલમાં પાસ થયું છે. રાજકોટના ડોકટરે જણાવ્યું કે ધમણ-૧ થી અત્યાર સુધીમાં અનેક દર્દીઓ સાજા થયા છે. તેનાથી ૬ થી ૭ દિવસમાં જ દર્દી સાજા થઇ જાય છે. અને અત્યાર ધમણ-૧ તમામ હોસ્પીટલમાં અવેલેબલ છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*