Gujarat

રાજકોટ શહેર દરરોજ ૨.૦૦૦ લોકોને ભોજન કરાવતી “શેર વિથ સ્માઈલ” એન.જી.ઓ

*રાજકોટ શહેર દરરોજ ૨.૦૦૦ લોકોને ભોજન કરાવતી “શેર વિથ સ્માઈલ” એન.જી.ઓ.*

*રાજકોટ શહેર તા.૬.૫.૨૦૨૦ ના રોજ એક તરફ કોરોના જેવો ભયંકર વાયરસ વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. અને આ વાયરસના લીધે કેટલા બધા લોકોની રોજી-રોટી છીનવાઈ ગઈ છે. રોજે-રોજનું કમાયને રોજ ખાવા વાળા લોકો લોકડાઉનના પગલે રોજી-રોટી કમાઈ શકતા નથી. અને પરિવારની હાલત કફોડી જોવા મળે છે. તેઓને ભોજન માટે ફાંફાં મારવા પડે છે. ત્યારે શેર વિથ સ્માઇલ એન.જી.ઓ. ની ટિમ લોકડાઉનની શરૂઆતથી પ્રથમ દિવસે જ ચા સાથે ૫૦૦ ગ્રામના ૧૦૦૦ ફરસાણના પેકેટ વિતરણથી શરૂઆત કરી હાલ સતત અંદાજીત ૨૦૦૦ લોકો ૧૦૦૦ બપોરે અને ૧૦૦૦ સાંજે ને રોજનું ૨ સમયનું સંતોષપૂર્વકનું ભોજન ટિમ શેર વીથ સ્માઈલ પહોંચાડી રહી છે. આ કાર્યોમાં ઘણ જ મિત્રો, શુભેચ્છકો અને દાતાઓ સહભાગી બની રહ્યા છે. શેર વિથ સ્માઇલ એન.જી.ઓ. ટિમ આ તમામ મહાનૂભાવોનો ખૂબ-ખૂબ આભાર માની રહેલ છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200506-WA0102.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *