Gujarat

રાજકોટ શહેર દુષ્કર્મના ગુનામાં નાસતા-ફરતા આરોપીએ પોલીસ ધરપકડની દહેશતે યુવતી ઉપર આક્ષેપ કરી ફિનાઈલ ગટગટાવી લીધી હતી

*રાજકોટ શહેર દુષ્કર્મના ગુનામાં નાસતા-ફરતા આરોપીએ પોલીસ ધરપકડની દહેશતે યુવતી ઉપર આક્ષેપ કરી ફિનાઈલ ગટગટાવી લીધી હતી.*

*રાજકોટ શહેર તા.૩/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં રહી બ્યુટી પાર્લરનો કોર્ષ કરતી. એક યુવતીએ દુષ્કર્મ અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે કોઠારીયા રોડ ઉપર આવેલ આશાપુરાનગરમાં રહેતા દિપક સાંગાભાઇ આલ નામના રબારી શખ્સ સાથે સંપર્ક થયો હતો. બાદમાં ફોન નંબરની આપલે થયા પછી બંને વચ્ચે ફોન અને મેસેજથી વાતચીત શરુ થઇ હતી. બંને વચ્ચે મિત્રતા થઇ ગયા બાદ દિપકે આ મિત્રતાનો ગેરલાભ ઉઠાવ્યો હતો. દિપકે હું તને પ્રેમ કરું છું અને તારા સિવાય કોઈ સાથે લગ્ન નહિ કરું તેવી વાતો કરી હતી. બાદમાં દિપકે લગ્નની લાલચ આપી હતી. અને ૨ વર્ષ સુધી રાજકોટની વિજય પ્લોટ, ત્રિકોણ બાગ સહિતના વિસ્તારોમાં આવેલી વિવિધ હોટલોમાં લઇ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યુ હતું અનેકવાર શરીર સંબંધ બાંધ્યા બાદ મને ગર્ભ રહી ગયો હતો. દુષ્કર્મના ગુનામાં નાસતા-ફરતા આરોપી દિપક આલએ પોલીસ ધરપકડની દહેશતે કોઠારીયા રોડ ઉપર રાત્રીના સાડા અગીયારેક વાગ્યાના અરસામાં ફિનાઈલ પી લીધું હતું. દિપકની પ્રાથમિક પૂછતાછમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર યુવતીને ૨૧ ફેન્ડ છે. તેના પેટમાં રહેલો ગર્ભ મારો નથી. અને ફરિયાદ નોંધાવનાર યુવતી બ્લેકમેઈલ કરે છે. આ બનાવ અંગે ભકિતનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200903-WA0159.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *