*રાજકોટ શહેર ધારાસભ્ય અરવિંદ રૈયાણી દ્વારા સામાકાંઠા વિસ્તારના જરૂરતમંદો લોકો માટે રસોડું કરેલ છે.*
*રાજકોટ શહેર તા.૨૭.૪.૨૦૨૦ ના રોજ ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીએ જણાવ્યું હતું કે કોરોનાની વધુ અસર પોતાની વિધાનસભામાં આવતા વિસ્તારોમાં વધુ હતી. તેને ઘ્યાનમાં લઇ લોકડાઉનનું પણ કડક પાલન થાય અને સાથો સાથ તો લોકોને મુશ્કેલી ન પડે તેવા હેતુથી જરૂરીયાતમંદ લોકો માટે અંદાજે પ હજારથી વધુ રાશન કીટ તૈયાર કરવામાં આવી હતી. જેમાં ઘંઉનો લોટ, ચોખા, દાળ. ખીચડી. તેલ. ખાંડ, ચાની ભૂકી. બટેટા, ડુંગળીની સાથે જીવન જરૂરીયાત ચીજવસ્તુઓ આપવામાં આવી હતી. પરંતુ લોકોને આ ઉપરાંત પુરતા પ્રમાણમાં ભોજન મળી રહે તેવા આશયથી સામાકાંઠા વિસ્તારમાં અંદાજે દરરોજ ૧૦ હજાર થી વધુ જરૂરીયાતમંદ પરિવારોને સવાર-સાંજ ભોજન પણ આપવામાં આવે છે અને ભોજન પણ દરરોજ અવનવા બનાવવામાં આવે છે. ત્યારે આ સેવાયજ્ઞને પ્રદેશ ભાજપ અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ, ધનસુખભાઇ ભંડેરી, કમલેશભાઇ મિરાણી, બિનાબેન આચાર્ય, તથા કીશોરભાઇ રાઠોડ દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ભગીરથ કાર્યમાં બાલક હનુમાન મઁદિર ગ્રુપ, ઇમીટેશન માર્કેટ, સીલ્વર એસો. બિલ્ડરો તથા શુભેચ્છકોનો સહયોગ સાંપડી રહ્યો છે. ત્યારે ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને ટીમને રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ભાજપ અગ્રણી અંજલીબેન રૂપાણી. નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અગ્રણીઓએ ટેલીફોનીક શુભૈચ્છા પાઠવી હતી.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*