*રાજકોટ શહેર પિતાની અંતિમવિધિ પૂર્ણ કરી તુરંત E.M.T. એ ૧૦૮ ની ડયુટી જોઈન્ટ કરી લીધી.*
*રાજકોટ શહેર તા.૧૫.૪.૨૦૨૦ ના રોજ લોકડાઉન વચ્ચે માનવતાનું વધુ એક ઉદાહરણ આવ્યું સામે. કોઠારીયા રોડ પર આવેલ ૧૦૮ના પોઇન્ટ પર E.M.T ફરજ બજાવતા કિશનભાઈ છાયાના પિતાનું થયું અવસાન. અવસાન થતાં માત્ર અડધો દિવસમાં પિતાની અંતિમવિધિ પૂર્ણ કરીને ફરજ પર થયા હાજર. કોરોના સામેની જંગમાં મારુ યોગદાન મહત્વનું છે. કિશનભાઇ એ કહ્યું હતું કે પિતાના નિધનને કારણે અધિકારીઓ દ્વારા ૧૦ દિવસની રજા આપી હતી. જે થવાનું હતું તે થઈ ગયું પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. પરંતુ પોતાને મળેલા મોકાથી અન્ય કોઈની જિંદગી બચાવી શકાય તો તેનાથી મોટું કામ નથી. તેવું વિચારી પોતે આ સંજોગોમાં પણ નોકરી પર હાજર થઇ ગયા હતા. મવડી ચોકડી પાસે રહેતા અને ૧૦૮માં ઇમર્જન્સી મેડિકલ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા કિશનભાઇ મહેન્દ્રભાઈ છાયા.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*