*રાજકોટ શહેર પી.ડી.યુ મેડિકલ કોલેજના ૧૩ તબીબો અમદાવાદના કોરોનાના યોઘ્ધા બન્યા છે.*
*રાજકોટ શહેર તા.૬.૫.૨૦૨૦ ના રોજ રાજય સરકાર દ્વારા આદેશ કર્યા બાદ રાજયની રાજકોટ પી.ડી.યુ. મેડીકલ કોલેજ, ભાવનગર, વડોદરા, કચ્છ અને વલસાડ માંથી પણ મેડીકલ કોલેજના રેસીડેન્ટ ડોકટરો અમદાવાદ ખાતે કોરોનાના યોઘ્ધાઓ બન્યા છે. રાજકોટમાં કોરોનાના અત્યાર સુધી ૬૨ પોઝિટીવ કેસ નોંધાયા છે. અને સામે રપ દર્દીઓએ કોરોનાને મહાત આપી ઘર વાપસી કરી છે. ત્યારે પી.ડી.યુ. મેડીકલ કોલેજના તબીબોની શ્રેષ્ઠ કામગીરીને કારણે ૧૩ રેસીડેન્ટ, ડોકટરો અમદાવાદ ખાતે કોરોના યોઘ્ધાઓ બનવા પહોચી ગયા છે. આ તમામ તબીબો અમદાવાદમાં વધતા જતા કોરોના દર્દીઓની એક અઠવાડીયા સુધી સારવાર કરી પોતાની ફરજ બજાવશે તેવું જાણવા મળ્યું છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*