*રાજકોટ શહેર પોલીસ અધિકારી જ્યારે હૉટસ્પોટ વિસ્તારમાં પહોંચે છે. ત્યારે તેમના પર લોકો પુષ્પવર્ષા કરે છે. માતા બીમાર હોવા છતાં ફરજ નિભાવે છે.*
*રાજકોટ શહેર તા.૧૭.૪.૨૦૨૦ ના રોજ જંગલેશ્વરવાસીઓએ પણ આ પોલીસ અધિકારીની કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે. બે દિવસ પહેલા જ જંગલેશ્વરવાસીઓએ તેમના પર ફૂલોનો વરસાદ કરી કામગીરીને વધાવી હતી. રાજકોટના ટ્રાફિક પોલીસ અધિકારી સુખવિન્દરસિંઘ ગડુના માતા છેલ્લા ઘણા સમયથી બીમાર છે. જોકે, તેઓ માતા પાસે રહેવાને બદલે પોતાની ફરજ પર હાજર રહે છે. તેઓ માતાના હાલચાલ વીડિયો કોલ મારફતે પૂછી લે છે. પોલીસ અધિકારીનું કહેવું છે કે, મારી જવાબદારી પરિવાર સાથે લોકોની રક્ષા કરવાની પણ છે. હું આ સમયે મારી ફરજને વધારે મહત્વ આપી રહ્યો છું. આ પોલીસ અધિકારી સવારે પોતાના ઘરેથી નીકળે ત્યારે માતાના આશીર્વાદ લઈને નીકળે છે. તેમજ સમયાંતરે તેમને વીડિયો કોલ કરી ખબરઅંતર પૂછતા રહે છે. સાથે જ તેવો તેમના ઘરના મુખ્ય દરવાજાથી ઘરમાં પ્રવેશતા નથી. ઘરની ગેલેરીમાંથી જ તેવો સંપૂર્ણ સેનિટાઇઝ થઈને ઘરમાં પ્રવેશે છે. સાથે જ ઘર બહાર નીકળતા પહેલા તેમની તમામ વસ્તુ સેનિટાઇઝ કરે છે. જંગલેશ્વર વિસ્તારમાં પણ આ અધિકારીએ લોકોનું દિલ જીતી લીધું છે. હૉટસ્પોટ વિસ્તારના લોકો આ અધિકારી પર પુષ્પવર્ષા પણ કરી રહ્યા છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*