Gujarat

રાજકોટ શહેર પોલીસ કમિશનરે ફરિયાદ માટે લોકોને રૂબરૂ આવવાની જગ્યાએ ઇ-મેઇલ કે ફોન દ્વારા ફરિયાદ નોંધાવા કરી અપીલ.

*રાજકોટ શહેર પોલીસ કમિશનરે ફરિયાદ માટે લોકોને રૂબરૂ આવવાની જગ્યાએ ઇ-મેઇલ કે ફોન દ્વારા ફરિયાદ નોંધાવા કરી અપીલ.*

*રાજકોટ શહેર તા.૨૮.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે રૂબરૂના બદલે સોશિયલ મીડિયાના માધ્યમથી ફરિયાદ કરવા માટે અપીલ કરી છે. જે માટે પોલીસ કમિશ્નરે રાજકોટના તમામ પોલીસ મથકોના ઇ-મેઇલ આઇ-ડી અને મોબાઇલ નંબર જાહેર કર્યા છે. જેથી રાજકોટવાસીઓ ઇ-મેઇલ અને મોબાઇલ નંબર થકી ફરીયાદ કરી શકે. રાજકોટમાં કોરોનાના કેસની સંખ્યા ૧૦૦૦ને પાર થઇ ગઇ છે. બીજી તરફ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. રાજકોટ કલેક્ટર કચેરીના ૬ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટિવ આવ્યો છે. જેથી કોરોનાનું સંક્રમણ ઘટે તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200728-WA0112.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *