Gujarat

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર ગાંધીનગર થી પરત ફરતી વેળાયે ગાડી પાછળ બાઈક ઘુસી જતાં યુવકનું મોત

*રાજકોટ શહેર પોલીસ કમિશ્નર ગાંધીનગર થી પરત ફરતી વેળાયે ગાડી પાછળ બાઈક ઘુસી જતાં યુવકનું મોત.*

*રાજકોટ શહેર તા.૨૮.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ કોઈ કામ કાજ અર્થે ગાંધીનગર ગયા હોય. આજરોજ પરત ફરતા સાણંદ-બાવળા હાઈ-વે પર પહોંચ્યા ત્યારે બાવળાના રતનપુરના વતની મુસ્લિમ દંપતીએ પોતાના બાઈક પરનું કાબૂ ગુમાવતા આગળ જઈ રહેલી પોલીસ કમિશ્નરની ગાડીની પાછળ બાઈક ઘુસાડી દેતાં દંપતિને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવારમાં યુવાનનું મોત નિપજતાં દંપતિ ખંડિત થયું હતું. અને પત્નિને સારવાર અપાઈ હતી. જ્યારે પોલીસ કમિશ્નરને સામાન્ય ઈજાઓ થતાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં નજીકનો પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ યુવાનના મૃતદેહનો કબજો લઈ પોસ્ટ મોર્ટમ માટે ખસેડયો હતો. અને મૃતક યુવાન વિરૂદ્ધ અકસ્માત સર્જવા બદલ ગુનો નોંધ્યો હતો.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200728-WA0112.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *