*રાજકોટ શહેર ફિયાન્સી સાથે ફોનમાં રકઝક થતાં યુવાન ઘરેથી નિકળી ગયા બાદ બેડીના પૂલ પાસે આજીનદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો.*
*રાજકોટ શહેર તા.૫/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં મોરબી રોડ પર સેટેલાઈટ ચોકમાં રહેતા અને ફર્નિચરકામ કરતા જીતેન્દ્ર મગનારામ ચૌહાણ નામના ૨૫ વર્ષના યુવાને બેડી નજીક આવેલા પૂલ પરથી આજીનદીમાં ઝંપલાવી લીધું હતું. આ ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે જઈ મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પૂછતાછમાં મૃતક યુવાન ૩ ભાઈ અને ૩ બહેનમાં સૌથી નાનો અને બન્ને ભાઈઓ સાથે રાજકોટ પેટીયુ રળવા આવ્યો હતો. મૃતક જીતેન્દ્ર ચૌહાણને પોતાની ફિયાન્સી સાથે ફોનમાં ઝઘડો થયો હતો. જે અંગે તેને માઠુ લાગી આવતાં ઘરેથી નિકળી ગયા બાદ આત્મઘાતી પગલુ ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ બી.ડીવીઝન પોલીસ મથકના P.S.I બી.બી.કોડીયાતર અને રાઈટર જીતુભાઈ બાલા સહિતના સ્ટાફે કાનૂની તપાસ હાથ ધરેલ છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*


