*રાજકોટ શહેર ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં ઉપસ્થિતિ સૌને કોરોના વાયરસ અંગે સુચના આપી હતી.*
*રાજકોટ શહેર તા.૧૪.૫.૨૦૨૦ ના રોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં ઉપસ્થિતિ સૌને પ્રવર્તમાન કોરોના વાયરસ મહામારી અંતર્ગત વિવિધ મુદ્દે સૂચન કર્યા હતા. અને સરકાર અને ભાજપા દ્વારા કોરોનાને માત આપવા માટે લેવાયેલ અસરકારક પગલાં અને રાહત કાર્યો અંગેની સાચી અને સચોટ માહિતી મીડિયાના માધ્યમથી જનતા સુધી પહોંચાડવા માર્ગદર્શન આપ્યું હતું. પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાએ જણાવ્યું હતું કે જનતા સાથે જોડાવા માટેની મહત્વની કડી મીડિયા છે. જનતા સુધી મીડિયાના માધ્યમ કી સાચી માહિતી પહોંચાડવી તે આપણું કર્તવ્ય છે. આ સંકટના સમયમાં આપણે સૌ ડિજિટલ માધ્યમો દ્વારા વધુમાં વધુ લોકો સુધી પહોંચી સરકાર દ્વારા જનહિતમાં અપાયેલા નિર્દેશોનું પાલન કરવા સૌને પ્રેરણા આપીએ. આજની બેઠકમાં પ્રદેશ મહામંત્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ અને પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ વિવિધ મુદ્દે છણાવટ કરીને ઉપસ્થિતિ સૌને વર્તમાન પરિસ્થિતિના અનુસંધાને માર્ગદર્શન આપ્યું હતું.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*