*રાજકોટ શહેર મુખ્યમંત્રીના હોમટાઉનમાં કોરોનાના કેસો વધતા તાજેતરમાં આરોગ્ય સચિવ દોડી આવ્યા હતા. અધિક મુખ્યસચિવ પંકજ કુમાર પણ અહીં દોડી આવ્યા છે.*
*રાજકોટ શહેર તા.૨૧.૭.૨૦૨૦ ના રોજ આરોગ્ય સચિવની ઓચિંતી મુલાકાત બાદ આજરોજ ફરી અધિક મુખ્ય સચિવ પણ રાજકોટ દોડી આવ્યા છે. રાજકોટ મુખ્યમંત્રી નું હોમટાઉન હોય અહીં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થતાં તેઓને ખાસ રાજકોટ મોકલવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અહીં તેઓ બપોરના સમયે પહોંચ્યા હતા. તેઓએ જીલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક પણ યોજી હતી. જેમાં જીલ્લા કલેકટર રેમ્યા મોહન, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, જીલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા અને અધિક કલેકટર પરિમલ પંડ્યા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*


