*રાજકોટ શહેર યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં લતાવાસીઓ. સ્થાનિક આગેવાનો. મુસ્લિમ સમાજ. મોલાના. ઓને સુચના આપવામાં આવેલ છે.*
*રાજકોટ શહેર તા.૧૭.૪.૨૦૨૦ ના રોજ પોલીસ કમિશનર સાહેબશ્રી તથા ડી.સી.પી. ઝોન.૨ શ્રી.મનોહરસિંહ જાડેજા સાહેબ ની સુચના મુજબ A.C.P. પી.કે.દિયોરા સાહેબ તથા પો.ઇ. શ્રી.આર.એસ.ઠાકર ની આગેવાનીમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના નાણાવટી ક્વાટર. રૈયાધાર. સ્લમ ક્વાટર. તેમજ રૈયાગામ માં આવેલ નાગાણી મસ્જિદ ના મોલાના તેમજ મુસ્લિમ આગેવાનો /સ્થાનિક રહેવાસીઓ સાથે મિટિંગ કરી વિસ્તારમાં કોરોના વાયરસ થી પ્રભાવિત જંગલેશ્વર તથા બીજા અન્ય વિસ્તારમાંથી કોઈ ઇસમ આવી જાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની તેમજ તેઓને આશરો ન આપવા સમજ કરવામાં આવેલ છે. તેમજ તેઓને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા બાબતે પણ સૂચનાઓ આપવામાં આવેલ છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*