Gujarat

રાજકોટ શહેર રાજકુમાર કોલેજ દ્વારા ૬ માસ સુધી ફી વસુલવામાં ન આવે. માધાતાસિંહજી જાડેજા

*રાજકોટ શહેર રાજકુમાર કોલેજ દ્વારા ૬ માસ સુધી ફી વસુલવામાં ન આવે. માધાતાસિંહજી જાડેજા*

*રાજકોટ શહેર તા.૧૧.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર રાજકુમાર કોલેજ દ્વારા આ નિમયોનું ઉલ્લંઘન થતું હોવાનું ધ્યાને આવ્યું છે. જે શરમજનક બાબત છે તેમ માંધાતાસિંહજી એ જેતપુર દરબાર સાહેબ ઓફ મહિપાલસિંહ વાળાને પત્ર લખ્યો છે. ટ્રસ્ટે નિર્ણય કરી લેવો જોઇએ કે ૬ માસ સુધી વિદ્યાર્થી પાસે ફી વસુલવામાં નહીં આવે. માંધાતાસિંહજી એ ઉમેર્યું છે કે રાજકુમાર કોલેજનું વિઝન, ધ્યેય અને માનવીય કરુણા એ બન્ને ક્યારેય અલગ નથી રહ્યાં. આ શિક્ષણ સંસ્થાના પાયામાં આખરે તો પ્રજાભિમુખ. પ્રજાવત્સલ રાજવીઓના સંસ્કાર પડ્યા છે. ત્યારે જો આપણા જ વિદ્યાર્થી અને કર્મચારીનું હીત આપણે નહીં વિચારીએ તો કોણ વિચારશે. એક તો ચોક્કસ સમય માટે રાજકુમાર કોલેજની ફીનું ધોરણ ઘટાડો. ફીની ઉઘરાણી હમણાં કોઇ પણ સ્વરુપે ન કરવી. બીજું કર્મચારીને પૂરતું વળતર નિયત સમયે જ આપો. કોઇને છુટ્ટા ન કરવા અને આર્થિક શિસ્ત પાળે એ પણ જરુરી છે. સંસ્થાની પ્રતિષ્ઠા. વિદ્યાર્થી વાલીનું તથા કર્મચારીનું હીત જાળવવા માટે આ પગલાં લેવા જરૂરી છે. તેમ અંતમાં માધાતાસિંહજીએ જણાવ્યું છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200511-WA0520.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *