*રાજકોટ શહેર લોહાણા યુવાને વ્યાજખોરોના ત્રાસથી પોલીસ કમિશનર કચેરીના દરવાજે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.*
*રાજકોટ શહેર તા.૨૪.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર રૈયારોડ ઉપર આલાપ ગ્રીન પાછળ આવાસ યોજનાના કવાર્ટરમાં બ્લોકનં.૪૬૩ માં ભાડે રહેતા અને ડુંગળી-બટેટાની ફેરી કરતા ભાવીન પ્રફુલભાઇ સોમમાણેક (ઉ.34) નામના લોહાણા યુવાન આજે સવારે પત્ની કોમલ સાથે પોલીસ કમિશનર કચેરીએ રજુઆત કરવા આવ્યો હતો. પોલીસ કમિશનર કચેરીના દરવાજા પાસે જ તેણે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે તાત્કાલીક સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. પ્ર.નગર પોલીસ મથકના કનુભાઇ માલવીયા સહિતનો સ્ટાફ હોસ્પીટલે દોડી ગયો હતો. હોસ્પીટલ બિછાનેથી ભાવીને આપેલા નિવેદન મુજબ તે બે ભાઇ ચાર બહેનમાં મોટો છે. તેને સંતાનમાં બે પુત્ર છે તેણે મહિપત રાજપુત પાસેથી એક વર્ષ પહેલા રૂા.૨૦ હજાર વ્યાજે લીધેલા જેના ૬૦ હજાર પરત આપી દેવા છતા વ્યાજખોર તેની અલ્ટોકાર લઇ ગયો હતો. વ્યાજખોર ગુડી રાજપુત પાસેથી પણ વ્યાજે લીધા હતા. વ્યાજખોર રાણાભાઇ પાસેથી એક વર્ષ પહેલા ૨૦ હજાર વ્યાજે લીધા હતા. જે ૩૦ હજાર ચુકવી દેવા છતા તે હેરાન કરતો હતો. તથા રતનબેન ભરવાડના ધનલક્ષ્મી ગ્રુપમાંથી આઠેક મહીના પહેલા રૂા.૨૫ હજારની લોન લીધેલી જેનો રૂા.૧૪૦૦ નો હપ્તો ન ભરતા તે ઘરે આવી ધમકી આપતા હતા. આમ ઉપરોકત વ્યાજખોરોના ત્રાસથી કંટાળી તેણે પોલીસ કમિશનર કચેરીએ જ જઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યાનું જણાવ્યું છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*