*રાજકોટ શહેર સમરસ હોસ્ટેલ કવોરોન્ટાઈન ફેસેલીટી ખાતેથી મુન્નાબાપુ સહીતના ૩૦ લોકોને રજા આપવામાં આવી.*
*રાજકોટ શહેર તા.૨.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના પોઝીટીવ દર્દીના કોન્ટેક્ટમાં આવેલ લોકોને ગવર્મેન્ટ ફેસેલીટી મુજબ કવોરોન્ટાઈન સેન્ટરમાં ૧૪ દિવસ સુધી રાખવામાં આવ્યા હતા. જેમાં ૩૦ દર્દીઓ કોરોનાને મ્હાત આપી વિજયી બન્યા છે. ૩૦ દર્દીઓમાં ૭૮વર્ષના વૃદ્ધા વિમલાબેન હર્ષભાઇ હોટસ્પોટ જંગલેશ્વરના આગેવાન અને સમાજસેવક મુન્નાબાપુ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વિમલાબેનની રોગ પ્રતિકારક શક્તિ એટલી મજબૂત હતી કે તેઓને વેન્ટિલેટરની પણ જરૂર પડી ન હોતી. તેઓએ હોસ્પિટલમાં જ આધ્યામિક પુસ્તકો મંગાવી લીધા હતા. અને રોજ વાંચન કરતા હતા. તો મુન્નાબાપુ સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં રોજ કસરત કરતા હતા. આવા ૧૬ કોરોના વોરિયર્સએ કોરોનાને પરાસ્ત કરી ચૂક્યા છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*