*રાજકોટ શહેર સરકારે નક્કી કરેલી ૩૦ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારનો ખર્ચ સરકાર ભોગવશે.*
*રાજકોટ શહેર તા.૨૯.૪.૨૦૨૦ ના કોરોનાની મહામારી સામે સમગ્ર વિશ્વ જંગ લડી રહ્યું છે. ત્યારે ગુજરાત સરકાર પણ કોરોના વાયરસને નાથવા અસરકારક પગલા લેવાઇ રહ્યા છે. ત્યારે કોરોનાના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર મળે તે માટે અગાઉ વિચારણા હાથ ધરી હતી. કોવિડ-૧૯ મહામારી સામે સરકારી હોસ્પિટલોમાં સારવાર ઉપલબ્ધ છે. રાજ્ય સરકારે નક્કી કરેલી ગુજરાત રાજ્યની ૩૦ જેટલી ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવાનું નક્કી થયાનું જાણવા મળે છે. જેની સત્તાવાર જાહેરાત ટુંક સમયમાં થશે. ગુજરાતમાં સરકારે નક્કી કરેલી ૩૦ ખાનગી હોસ્પિટલોની નામાવલી એક-બે દિવસમાં જાહેર થનાર હોવાનું પણ જાણવા મળે છે. ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લેતા દર્દીઓનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવનાર હોવાનું જાણવા મળે છે. સારવારની વિગતવાર જાહેરાત ટુંક સમયમાં થનાર હોવાનું જાણવા મળે છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*