*રાજકોટ શહેર સિવિલની કોવિડ હોસ્પિટલમાં ૨૨૫નો સ્ટાફ રાત-દિવસ બજાવી રહ્યો છે ‘કોરોના આર્મી’ની ફરજ.*
*રાજકોટ શહેર તા.૨૫.૪.૨૦૨૦ ના રોજ કોરોના મહામારીને મ્હાત કરવા વિશ્વભરમાં પ્રયાસો ચાલી રહ્યા છે. કોરોનાના દર્દીઓની સારવાર માટે રાજકોટમાં સિવિલ હોસ્પિટલના સુપર સ્પેશિયાલિટી બિલ્ડીંગમાં ચાર માળમાં ખાસ ચાર વોર્ડ શરૂ કરી. તેને કોવિડ-૧૯ હોસ્પિટલ નામ અપાયું છે. આ વિભાગમાં ફરજ બજાવતાં તમામને કોરોના આર્મી નામ આપી શકાય. ત્રણ શિફટમાં અવિરત ફરજ બજાવતાં તબિબો, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, ટેકનીશિયન, સ્વીપર, સિકયુરીટી, સર્વન્ટ સહિતના મળી અંદાજે ૨૨૫નો સ્ટાફ ખરેખર ધન્યવાદને પાત્ર છે. રાજકોટમાં પ્રથમ કોરોના પોઝિટિવ દર્દી જાહેર થતાં જ આ કોરોના આર્મીએ પોત પોતાની ફરજનો મોરચો સંભાળી લીધો હતો. આજે પણ તેઓ તેમાં અવિરત છે. નર્સિંગ વિભાગના રાજેશભાઇએ જણાવ્યું હતું કે-પ્રારંભે આ વોર્ડમાં કામ સોંપાયુ ત્યારે સ્હેજ ભય ઉભો થયો હતો. પણ પછી સમજાઇ ગયું કે જો આપણે જ ભય રાખશું તો દર્દીઓ આવશે તેનું શું થશે. ત્યારથી ભય શબ્દ જ અમે કાઢી નાંખ્યો છે. અમારે દર્દીઓની સારવારની સાથો સાથ તેમની બીજી જરૂરિયાતો જેમ કે માથામાં નાખવાનું તેલ, કાંસકો સહિતની વ્યવસ્થા પણ કરવાની હોય છે. ટુંકમાં તેમને ઘરની ઉણપ અનુભવાય નહિ. તેનો ખાસ ખ્યાલ રખાય છે. તબિબી અધિક્ષક ડો.મનિષ મહેતા તથા આર.એમ.ઓ. ડો.એમ.સી.ચાવડા અને ડીન ડો.ગૌરવી ધ્રુવની રાહબરી હેઠળ તબિબો, રેસિડેન્ટ ડોકટર્સ, એમડી તેમજ પેરામેડિકલ, નર્સિંગ, ટેકનીશિયન, સિકયુરીટી, લિફટમેન, સ્વીપર, સર્વન્ટ સહિતનો સ્ટાફ કોવિડ-૧૯ હોસ્પિટલમાં સવારે ૭ થી ૨, બપોરે ૨ થી ૯ અને રાત્રે ૯ થી ૭ એમ ત્રણ શિફટમાં ફરજ બજાવે છે. નર્સિંગ વિભાગના ૬૫ કર્મચારીઓને હેડ હિતેન્દ્ર ઝાખરીયા પ્રારંભથી જ તમામ સહકાર આપી રહ્યા છે. આ હોસ્પિટલમાં નર્સિંગ વિભાગના કાજલબેન સોઢા પાસે ખુબ જવાબદારીવાળી કામગીરી છે. તેમને કોવિડ વિભાગનો જે કચરો નીકળતો હોય છે. તેનો ખુબ સાવચેતીથી નિકાલ કરવાની કામગીરી તે સંભાળી રહ્યા છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*