*રાજકોટ શહેર સિવિલમાં કોવિડ વિભાગની બેદરકારી, દર્દીનું સેમ્પલ મિસપ્લેસ, રિપોર્ટ આવે તે પહેલા જ કોરોના વોર્ડમાં સારવાર શરૂ કરી દીધી, વીડિયો વાઈરલ.*
*રાજકોટ શહેર તા.૨૮.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં સિવિલ હોસ્પિટલના કોવિડ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. દિનેશ ગોરધન ચંદારાણા નામના દર્દીનું સેમ્પલ મિસપ્લેસ થઈ ગઈ ગયું છે. દર્દીના સંબંધી રિપોર્ટ લેવા માટે છેલ્લા 3 દિવસથી ધક્કા ખાય રહ્યા છે. દર્દીને કોરોના છે કે નહીં તે પણ ખબર ન હતી. તેમ છતાં કોરોના વોર્ડમાં સારવાર આપવાનું શરૂ કરી દીધું હતું. જેને લઈને દર્દીના પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો. હાલ તો દર્દીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. સિવિલના ડોક્ટરે જણાવ્યું હતું કે કદાચ સેમ્પલ મિસપ્લેસ થઈ ગયું હોય શકે છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વીડિયો મુજબ સિવિલના ડો.દુશ્રાએ જણાવ્યું હતું કે કદાચ દર્દીનું સેમ્પલ મિસપ્લેસ થયું હોય શકે છે. મારાથી મદદ થતી હશે એટલી હું કરીશ. દર્દીના સગાએ પૂછ્યું હતું કે થોડા દિવસ પહેલા એક કેસ આવ્યો હતો. પહેલા દર્દીને પાંચમા માળે રાખવામાં આવ્યો હતો. પછી તેને પહેલા માળે રાખવામાં આવ્યો હતો. જેનું નામ રમણીકભાઈ સવાણી હતું. 2-3 દિવસ તેને અહીંયા રાખ્યા પછી તેને ટ્રાન્સફર કર્યા અને કહ્યું કે તમને ફેફ્સામાં કફ છે. પહેલા દિવસે એમ કહ્યું કે કોવિડ છે. અને આજની તારીખમાં તેનો રિપોર્ટ આવ્યો નથી. તેનો રિપોર્ટ તમે બતાવો મને. ત્યારે ડો.દુશ્રાએ જણાવ્યું હતું કે મારી પાસે રિપોર્ટ ન હોય.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*