*રાજકોટ શહેર સોસાયટીઓમાં એકઠા થનારા ચેતજો. પોલીસ હવે ખાનગી વાહનમાં કરશે પેટ્રોલિંગ.*
*રાજકોટ શહેર તા.૧૮.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સહિત સમગ્ર ભારતમાં ૩જી મે સુધી લૉકડાઉન જાહેર કરાયું છે. આ દરમિયાન લોકો બિનજરૂરી પોતાના ઘરની બહાર ન નીકળે તે માટે જવાબદારી પોલીસ તંત્રના શિરે છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા રાજકોટના મુખ્ય ૪૮ રાજમાર્ગો તેમજ જુદી જુદી સોસાયટીઓમાં પણ પોલીસ તહેનાત રાખવામાં આવી છે. સાથોસાથ સતત પોલીસ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. હવે ખાનગી વાહનોમાં પણ પોલીસે પેટ્રોલિંગ શરૂ કરવાનું નક્કી કર્યું છે. છેલ્લા ૨૫ દિવસમાં પોલીસને એક વાત ધ્યાનમાં આવી છે કે જ્યારે જ્યારે પોલીસના વાહન સોસાયટીઓની અંદર પ્રવેશે છે. ત્યારે લોકો પોતાના ઘરની અંદર જતા રહે છે. આથી રાજકોટની બે ખાનગી કંપનીઓ દ્વારા રાજકોટ પોલીસને નવી ૮ કાર ભેટમાં આપવામાં આવી છે. આ તમામ પ્રકારની મદદથી રાજકોટ પોલીસ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં નીકળીને સોસાયટીઓમાં લૉકડાઉનનો ભંગ કરી રહેલા લોકોને ઝડપી પાડશે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*