Gujarat

રાજકોટ શહેર ૧૪મી એ ગુરુવારથી રાજકોટમાં ઉદ્યોગ-ધંધો ધમધમશે. કલેકટરની લેવી પડશે મંજુરી.

*રાજકોટ શહેર ૧૪મી એ ગુરુવારથી રાજકોટમાં ઉદ્યોગ-ધંધો ધમધમશે. કલેકટરની લેવી પડશે મંજુરી.*

*રાજકોટ શહેર તા.૧૨.૫.૨૦૨૦ ના રોજ મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે કે, ૧૪ મી મે ગુરુવારથી રાજકોટમાં જીલ્લા કલેક્ટરની મંજૂરીથી ઉદ્યોગ-ધંધા શરૂ કરવામાં આવશે. કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં ઉદ્યોગ-ધંધો ઇન્ડસ્ટ્રીને ફરીથી ચાલુ કરવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામા આવી છે. રાજકોટનો સમાવેશ અગાઉથી જ ઓરેન્જ ઝોનમાં કરવામાં આવ્યો હતો. પરંતુ એક અઠવાડિયા સુધી કોઇ ઉદ્યોગો શરૂ કરવામાં ન આવે તેવી સૂચના જીલ્લા વહિવટી તંત્રને આપવામાં આવી હતી. છેલ્લા એકાદ અઠવાડિયામાં નવો કેસ ન નોંધાતા સરકારે આજે નિર્ણય કર્યો છે કે ગુરુવાર ૧૪ મેના રોજથી રાજકોટ શહેરમાં પણ ઉદ્યોગ ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવશે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200513-WA0112.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *