*રાજકોટ શહેર C.C.T.V કમાન્ડ એન્ડ કંટ્રોલના A.S.I બી.કે.જાડેજા પોલીસ કમિશ્નર કચેરીના ગેઇટ પાસે રૂા.૫ હજારની લાંચ લેતા A.C.B ના છટકામાં પકડાયા હતા.*
*રાજકોટ શહેર તા.૩/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં ટ્રાફિક શાખા પૂર્વ અને હાલ C.C.T.V કમાન્ડ એન્ડ કંટ્રોલમાં ફરજ બજાવતા A.S.I બાળવંતસિંહ ખેંગારજી જાડેજા (ઉ.૫૬) એ ટ્રાફિક શાખામાં નોકરીની વહેચણી થતાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હતા. ફરિયાદી ટ્રાફિકની સેક્ટર મોબાઈલમાં ફરજ ઉપર મુકવામાં આવેલ, જે અન્વયે ફરિયાદી પાસેથી A.S.I બી.કે.જાડેજાએ અગાઉ ટ્રાફિક શાખામાં ફરજ બજાવેલ હોય. તાજેતરમાં જ તેઓની બદલી પોલીસ કંટ્રોલરૂમ ખાતે થયેલ હોય. તેમ છતાં પોતે ફરિયાદીને જણાવેલ કે ટ્રાફિકની મોબાઇલમાં ફરજ બજાવવા બદલ વહીવટ કરવો પડશે. અને જો વહીવટ નહીં કરો તો હેરાન ગતિ થશે. તેમ જણાવી ફરિયાદી પાસે રૂ.૫ હજારની લાંચની માગણી કરી હતી. પોલીસ કમિશ્નર કચેરીના ગેટ પાસે A.S.I જાડેજા રૂ.૫ હજારની લાંચ લેતાં A.C.B ના છટકામાં રંગે હાથ ઝડપાયા હતા.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*