રાજકોટ શાપરમાં પત્રકાર પર થયેલા હુમલાનો ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ દ્વારા વિરોધ એસ.પી.ને આવેદનપત્ર આપ્યું
પત્રકારોને કાયદામાં વિશેષ જોગવાઈ કરવા માંગણી કરેલ
ગઈકાલે રાજકોટ થી પરપ્રાંતિયોને તેમના રાજ્યમાં જવા ટ્રેન મોકલવાની હતી તેમના સમયમાં ફેરફાર થતા શાપર વેરાવળ ખાતે રહેલા પરપ્રાંતિય મજૂરો દ્વારા નેશનલ હાઈવે જામ કરી વાહનોમાં તોડફોડ કરી હતી આ બનાવનું રિપોર્ટિંગ કરવા ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર જોશી ગયેલા ત્યારે તેમની ઉપર પરપ્રાંતીઓ એ જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી આ બનાવનો સમગ્ર સૌરાષ્ટ્ર ના પત્રકારો ઉપર ગંભીર પડઘા પડ્યા હતા આ બનાવના વિરોધમાં ઉપલેટા તાલુકા પત્રકાર સંઘના પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ ની આગેવાનીમાં જગદીશભાઈ રાઠોડ ભરતભાઈ રાણપરીયા કાનભાઈ સુવા કિરીટભાઈ રાણપરીયા વગેરેએ એસ.પી બલરામ મીણા ને ઉપલેટાના પી.આઈ.લગારીયા ના માધ્યમથી એક આવેદનપત્ર આપી ને હુમલાખોરો સામે કડકમાં કડક પગલાં લેવા માગણી કરી હતી એટલું જ નહીં પત્રકારો આવા બનાવો વખતે જીવના જોખમે કામ કરતા હોય ત્યારે તમને સલામતી માટે કાયદામાં વિશેષ જોગવાઇ કરવા માંગણી કરેલ હતી
રિપોર્ટ:-વિપુલ ધામેચા ઉપલેટા


