રાજુલામા આરોગ્ય વિભાગ દ્વારા વેન્ટિલેટર કેર આસિસ્ટન્ટની ટ્રેનીંગ યોજાઈ
હાલમાં નોવેલ કોરોના વાયરસની પરિસ્થિતિને પહોંચી વળવા તેમજ આગમચેતીના ભાગ રૂપે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એચ.એફ.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સરકારી હોસ્પિટલ રાજુલા ખાતે એક દિવસીય વેન્ટિલેટર કેર આસિસ્ટન્ટની ટ્રેનીંગ રાજુલા અને જાફરાબાદના સરકારી ડોક્ટરો અને સ્ટાફ નર્સને સદવિચાર હોસ્પિટલમાથી ડૉ.મેહુલ પટેલ, કાશીબા હોસ્પિટલમાંથી ડૉ.ભાવેશ જિંજાળા અને સરકારી હોસ્પિટલમાથી ડૉ.શ્રધ્ધા કવાડ દ્વારા મિકેનિકલ વેન્ટિલેશન વિશે વિગતવાર માહિતી સાથે સમજણ આપવામાં આવી તેમજ તેમના ઉપયોગ વિશે કાશીબા હોસ્પિટલના સહયોગથી ઉપલબ્ધ વેન્ટિલેશન મશીન પર પ્રેકટીકલ ડેમો દ્વારા વિસ્તૃત જાણકારી આપવામા આવેલ.આ ટ્રેનીંગ અધિક્ષક ડૉ.ડી.ડી.કવાડ,તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરિયા અને ડૉ.જે.એચ.ગૌસ્વામી સહિતના આરોગ્યના સ્ટાફ દ્વારા સફળતાપુર્વક ટ્રેનીંગ પૂર્ણ કરેલ જે યાદીમાં જણાવેલ છે.
યોગેશ કાનાબાર
રાજુલા