રાજુલા તાલુકાના આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસનીય કામગીરી
કોરોના મહામારીના સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એચ.એફ.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ રાજુલા તાલુકાના તમામ આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે જેમાં ડોકટરો,મ.પ.હે.સુ.,ફી.હે.સુ.,મ.પ.હે.વ.,ફી.હે.વ.,સ્ટાફ નર્સ,લેબોરેટરી ટેકનિશિયન,ફાર્માસિસ્ટ તેમજ સફાઈ કર્મચારીઓ સહિતના આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કૌશલ્યસભર કોરોના વોરિયર્સ તરીકે ખુબ જ રચનાત્મક અને નિવારાત્મક અટકાયતી પગલા માટેની કામગીરી કરી છે.લોકડાઉનના સમયમાં જીલ્લા સર્વેલન્સ અધિકારી ડૉ.એ.કે.સિંઘ સાહેબના માર્ગદર્શન હેઠળ રોગ અટકાયતી પગલાઓના નિયંત્રણની કામગીરી,ડૉ.આર.કે.જાટ સાહેબની દેખરેખ હેઠળ ડોર ટુ ડોર સર્વે,ડૉ.એ.કે.ભાટી સાહેબના નિર્દેશન મુજબ હોમ ક્વોરેન્ટાઈનની અમલવારી,હોમિયોપેથીક દવાઓ અને આયુર્વેદિક ઉકાળાની વ્યવસ્થા સાથે ગ્રામ્ય કક્ષાએ પણ લોકડાઉનની માર્ગદર્શિકાનું પાલન,આરોગ્ય તપાસણી,વિવિધ કંટ્રોલ રૂમ અને હેલ્પલાઇનના કોલનું ફોલોઅપ – સંકલન,હોસ્પિટલમાં સેમ્પલ કલેક્શન-નિદાન-સારવાર,સેનીટાઈઝેશનની કામગીરી,પરપ્રાંતિય લોકોના આરોગ્યની તપાસણી સહિતની વિવિધ કામગીરી તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરિયા,સુપરવાઇઝર સંજયભાઈ દવે તેમજ તેમની હેલ્થ ટીમ દ્વારા પદાધિકારીઓ અને સ્વયંસેવકો સાથે સંકલન કરી પુરતા ખંત,નિષ્ઠા અને ઉત્સાહથી અવિરત પણે કરી તે બદલ અભિનંદન આપી આરોગ્ય અધિકારીઓ,કર્મચારીઓ તથા તેમના પરિવારજનોનું સ્વાસ્થ્ય સુરક્ષિત રહે તેવી શુભકામનાઓ રાજુલા તાલુકાના લોકો દ્વારા પાઠવવામાં આવી રહી છે જે યાદીમાં જણાવેલ છે.
યોગેશ કાનાબાર
રાજુલા




