રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને જબરદસ્ત ફટકો પડ્યો છે. રવિવારે દિવસભર કોંગ્રેસનાં ચાર ધારાસભ્યોએ રાજીનામા આપવાની વાતો વહેતી થઈ હતી. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે આ વાતોને અફવા ગણાવી હતી. તો ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું હતું કે અધ્યક્ષને ચાર ધારાસભ્યોનાં રાજીનામા મળ્યા છે. તો સાંજે અધ્યક્ષ તરફથી સત્તાવાર જાહેરાત કરાઈ છે કે કોંગ્રેસનાં ચાર ધારાસભ્યોનાં રાજીનામા સ્વીકારવામાં આવ્યા છે.
- રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને જબરદસ્ત ફટકો
- વિધાનસભા અધ્યક્ષે સ્વીકાર્યું 4 ધારાસભ્યોના રાજીનામાં
- અધ્યક્ષને મળેલા 4 ધારાસભ્યોના રાજીનામાને મંજૂર કરી લેવાયા
વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, સ્પીકર કેમ બોલતા નથી? વિગત વિધાનસભામાં જાહેર કરવી હતી. અસમંજસ ઉભી ન થાય અને પ્રદેશ પ્રમુખની વાતોને કારણ મારે આ જાહેરાત કરવી પડે છે. ચાર ધારાસભ્યોનાં રાજીનામા આવ્યા છે. ધારાસભ્યોએ રૂબરૂ આવીને મને રાજીનામા આપ્યા હતા. મેં તેમની સહી તપાસી હતી. સ્વેચ્છાએ તેઓએ રાજીનામું આપતાં મેં તેમના રાજીનામાનો સ્વીકાર કર્યો હતો.
VTV ન્યૂઝ સાથે વાત કરતા રાજેન્દ્ર ત્રિવેદીએ સ્વીકાર્યું કે કોંગ્રેસના 4 ધારાસભ્યોના રાજીનામા પડ્યાં છે. ત્યારે એકતરફ કોંગ્રેસ જયપુરમાં ધારાસભ્યો મોકલી રહી છે, બીજી તરફ રાજ્યસભાની ચૂંટણી પહેલા 4 ધારાસભ્યોના રાજીનામાથી ભૂકંપ સર્જાયો છે.