કોંગ્રેસના 4 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. અને હવે માત્ર એક જ ધારાસભ્યનું રાજીનામું કોંગ્રેસને બીજી બેઠકથી વંચિત રાખશે. કોંગ્રેસના જ બે ઉમેદવારો વચ્ચે રાજ્યસભાનો જંગ જામશે. 4 ધારાસભ્યોના રાજીનામાથી એક જ સભ્ય રાજ્યસભા પહોંચે તેવી સ્થિતિ ઉભી થઇ છે.
- રાજ્યસભાની ચૂંટણીનો જંગ, કોંગ્રેસને મોટો ઝટકો
- કોંગ્રેસના 4 ધારાસભ્યોના રાજીનામા
- કોંગ્રેસને બે સીટ જીતવી મુશ્કેલ!
- હજુ કેટલા આપશે રાજીનામા?
4 MLAના રાજીનામાંથી શું થાય?
હવે માત્ર એક જ ધારાસભ્યનું રાજીનામું કોંગ્રેસને બીજી બેઠકથી વંચિત રાખશે. કોંગ્રેસના 4 ધારાસભ્યોએ રાજીનામા આપતા કોંગ્રેસનું સંખ્યાબળ 69 થયું. કોંગ્રેસના પોતાના 73 ધારાસભ્યો છે અને 1 અપક્ષ ધારાસભ્યનો મત હતો. આમ અપક્ષ મેવાણી સાથે ગણીએ તો 69 ધારાસભ્યો કોંગ્રેસ પાસે છે
Source: VTV News Gujarati (For Development Purpose)