: લીંબડી નાં
શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાકઁ પીઠ, મોટા મંદિર લીંબડી દ્વારા ભોંયકા ગામના લોકો રાહત ના દરે આપવામાં આવ્યા માસ્ક
લીંબડી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ, મોટા મંદિર નાં મહંત શ્રી લાલદાસજી બાપુ દ્વારા રાહત દરે માસ્ક આપવામાં આવે છે. તેની જાણ લીંબડી નાં ભોયકા ગામ નાં સરપંચશ્રી. રાજેન્દ્ર સિંહ. ઝાલા ને થતાં તેઓ એ મોટા મંદિર લીંબડી નાં મહંત શ્રી લાલદાસ બાપુ ને વિનંતી સહ લેખિતમાં રજૂઆત કરી હતી કે આપની સંસ્થા દ્વારા જે રાહત દરે માસ્ક આપવામાં આવે છે તેની સેવા અમારા ગામમાં પણ આપવામાં આવે.
ત્યારે શ્રી લાલદાસજી બાપુ નાં શુભ આશિષ સાથે ભોયકા સરપંચશ્રી નાં આગ્રહને માન આપી આજે કોરોનાં વાયરસના સંક્રમણ ના રોગચાળાથી કેવી રીતે બચવું અને તેને અટકાવવા માટે આપણે કેવી રીતે કાળજી લેવી તે સમજાવેલ.
તે મંદિર લીંબડી નાં મહંત શ્રી લાલદાસજી બાપુ એ રાહત ભાવે …200.માસ્ક નું ભોયકા ગામમાં વિતરણ કરાવેલ છે. તો આજ રોજ તા. 02/04/2020.નાં રોજ ભોયકા ગામમાં સરપંચશ્રી ની હાજરી માં માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભોયકા ગામમાં 200 માસ્ક નું જે વિતરણ કરવામાં આવ્યું ત્યારે….
લીંબડી મોટા મંદિર વતી શ્રી હિતેશભાઈ હેમંતભાઇ સોની હાજર રહ્યા હતા.
ભોયકા સરપંચશ્રી રાજેન્દ્રસિંહ ઝાલા. નાં સાથ અને સહકાર થી રાહત દરે માસ્ક નું વિતરણ સરપંચશ્રી ની હાજરી માં કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે સરપંચશ્રી. રાજેન્દ્રસિંહ. ઝાલા, તલાટી-કમમંત્રીશ્રી નિલેષભાઈ મકવાણા, ગોબરભાઈ આર. ધોરાળીયા વિગેરે ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી.