લીંબડી ના સોની સમાજ ના આગેવાન અને સામાજિક કાર્યકર એવા દેવાગભાઈ સોની એ લીંબડી તાલુકા તેમજ શહેર ના લોકોને પોતાની ગાડી લઈ ને શેરીએ શેરીએ ફરીને અપીલ કરી રહિયા છે.
સમગ્ર દુનિયામાં અને ભારત માં કોરોના વાઇરસ નો મહા ભયાનક બીમારીથી લાગી ગયો છે ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિ આપણું ભારતીય સમાજ દર્શન, આપણી ભારતીય હિન્દૂ પરંપરા એ હંમેશા મુશ્કેલી ના સમય ને ઉત્સવ માં પરિવર્તન છે ત્યારે આવતી કાલે આપના આદરણીય અને યશશ્વી પ્રધાન મંત્રી અને ગુજરાત ના પનોતા પુત્ર તેમજ દેશ અને દુનિયા ના આમ જનતા ના હૃદય માં સ્થાન પ્રાપ્ત કર્યું છે તેવા શ્રી નરેન્દ્રભાઈ મોદી એ સાધના સપન અપીલ કરી છે ત્યારે આવતી કાલે બરાબર રાતે 9-00 ના ટકોરે 9 મિનિટ સુધી પોતાના જ આગણા માં, પોતાની બાલકની, પોતાની અગાસીમાં, રહીને મીણબત્તી, દીવો, ટોર્ચ અથવા મોબાઈલ ની ફ્લેશ લાઈટ દ્વારા પ્રકાશ પર્વ ઉજવવાનું છે. આ બહાને બહાર કોઈ એ ટોળું કરવાનું નથી એ ખાસ ધ્યાન રાખજો.
ત્યારે લીંબડી તાલુકા તેમજ શહેર ના લોકો ને અપીલ છે આપ આ જરૂર કરજો ખાસ તો ઘરની તમામ લાઈટો બંધ રાખી ને આ પ્રકાશનું પર્વ અમે અને આપડે બધા એકજ સમયે એકી સાથે પણ મીણબત્તી, દીવો, ટોર્ચ, ઉજવીયે.
ત્યારે લીંબડી સોની સમાજ ના આગેવાન તેમજ સામાજિક કાર્યકતા શ્રી દેવાગભાઇ સોની એ લીંબડી તાલુકા તેમજ શહેર ના લોકો ને દરેક શેરીએ, ગલીએ ફરીને અપીલ કરે છે. અને કોરોના વાઇરસ ના રોગ સામે લડીને તેને જાકારો આપી દુનિતા ના અને આપડા ભારત લોકોનું સ્વાસ્થ્ય સારૂ રહે તે માટે ભગવાન પ્રાર્થના કરીએ.
રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી