*લોકડાઉનની સ્થિતિમાં રાજ્યના વીજ ગ્રાહકોને આર્થિક રાહત આપતા મુખ્યમંત્રીશ્રી. વિજયભાઈ રૂપાણીનો નિર્ણય.*
*રાજકોટ શહેર તા.૧૧.૫.૨૦૨૦ ના રોજ નાના અને મધ્યમવર્ગના વેપારીઓ દુકાનદારો અને ઉધોગોને આર્થિક રાહત આપવા રાજ્યના આવા તમામ એલ.ટી ગ્રાહકોને તેમના એપ્રિલ માસના વીજબીલમાં ફિક્સચાર્જ ડિમાન્ડચાર્જ વસુલવામાંથી મુક્તિ આપવામાં આવી છે. રાજ્યમાં લોકડાઉન દરમ્યાન જે એચ.ટી વીજગ્રાહકોનો વીજ વપરાશ લોકડાઉના અગાઉના ૩ મહિનાના એવરેજ વપરાશના ૫૦ ટકા કરતાં ઓછો છે. તેમને ફિક્સચાર્જ ડિમાન્ડચાર્જ માંથી એપ્રિલ માસના બિલમાં મુક્તિ આપવામાં આવશે. આ મુક્તિ બેંક ટેલિકોમ કંપનીઓ પેટ્રોકેમિકલ કોમ્પલેક્ષ. રિફાઈનરી અને ડેરી તેમજ હોસ્પિટલના કિસ્સામાં લાગુ પડશે નહિ. ખાનગી હોસ્પિટલો લોકડાઉન દરમ્યાન મહદઅંશે બંધ રહી છે. આમ છતાં જે હોસ્પિટલનો વીજ વપરાશ લોકડાઉન અગાઉના ૩ માસના એવરેજ કરતા ૫૦ ટકા ઓછો હોય તેને ફિક્સચાર્જ ડિમાન્ડચાર્જ માંથી મુક્તિ આપવામાં આવી છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*