-લોકડાઉન-2 માં દ્વારકા જિલ્લા પોલીસની ભોજન સેવા અવિરત.
-21 દિવસના લોકડાઉન મા પણ સતત સેવા ચાલુ હતી.
-પોલીસની પહેલ થી જિલ્લા વાસીઓમાં ખુશી.
-સોશિયલ ડિસ્ટન્સ ના અમલ સાથે ભોજનની સહાય.
-2000 થી વધુ લોકોની જઠરાગ્નિને રાહત.
-એલસીબી પોલીસના સેવાયજ્ઞમાં સ્થાનિકોનો સહકાર.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા રોહન આનંદ ના માર્ગદર્શન હેઠળ ખંભાળીયા એલસીબી કચેરી ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર ચંદ્રાવાડિયાના સંચાલનમાં એલસીબી વિભાગ દ્વારા રસોડું શરૂ કરીને અસહાય તેમજ જરૂરિયાત મંદ લોકોને બે ટાઈમ ભોજન પૂરું પાડી માનવીય સેવાનો અભિગમ અપનાવામાં આવ્યો છે. જે સેવાયજ્ઞમા એલસીબી પોલીસ કર્મચારીઓ જાતે જ શુદ્ધ અને સાત્વિક ભોજન બનાવીને લોકો સુધી પહોંચાડે છે.
ત્યારે ખંભાળીયા ના જુદા જુદા પછાત વિસ્તારોમાં ગરીબ, જરૂરિયાતમંદ અને રોજમદાર જેવા શ્રમજીવી પરિવારોને એલસીબી પોલીસ દ્વારા ઘરે ઘરે જઈને ભોજન આપવામાં આવે છે, જ્યારે એલસીબી ઓફિસની નજીક બનાવેલા રસોડા પાસે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી આશરે 500 થી વધુ લોકોને ત્યાં જ બેસાડીને ભોજન પુરું પાડવામાં આવે છે…
પોલીસવડા રોહન આનંદ ના માર્ગદર્શન અને પીઆઈ ચંદ્રાવાડિયા ની દેખરેખ હેઠળ શરૂ કરવામાં આવેલ ભોજન સેવાયજ્ઞને લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે, જ્યારે પ્રતિદિન 2000 થી પણ વધું લોકો આ સેવાનો લાભ લઈ પોતાની જઠરાગ્નિ ઠરતા પોલીસ વિભાગને ખોબે ખોબે આશીર્વાદ આપી રહ્યા છે.
રિપોર્ટ:- કેતન પંડ્યા,
દેવભૂમિ દ્વારકા.