આજે લોન મોરોટોરિયમ અંગે સુપ્રીમમાં સુનાવણી
– બે કરોડ સુધીની લોન પર વ્યાજનું વ્યાજ માફ કરવાથી વધુ રાહત આપવી બેકિંગ સેક્ટર – અર્થતંત્ર માટે ઘાતક પુરવાર થશે
પીટીઆઇ
નવી દિલ્હી, તા. 13 ઓક્ટોબર, 2020, મંગળવાર
છ મહિનાના લોન મોરોટોરિયમ પિરિયડ દરમિયાન 2 કરોડ રૂ સુધીની લોનનું વ્યાજ પરનું વ્યાજ માફ કરવાના સરકારના નિર્ણયને કારણે સરકારી તિજોરી પર 6500 કરોડ રૂપિયાનો બોજ પડશે તેમ સરકારના એક વરિષ્ઠ અિધકારીએ એક નિવેદનમાં જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે લોન મોરોટોરિયમ અંગેની અરજીઓ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
આવતીકાલે ન્યાયમૂર્તિ અશોક ભૂષણ, આર એસ રેડ્ડી અને એમ આર શાહની બનેલી ખંડપીઠ આ અંગે વધુ સુનાવમી હાથ ધરશે. ઉલ્લેખનીય છે કે આ અંગે આજે સુનાવણી થવાની હતી પણ સુપ્રીમ કોર્ટની ખંડપીઠે આવતીકાલ સુધી સુનાવણી સૃથગિત કરી દીધી હતી. આ અગાઉ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં નવુ સોગંદનામું દાખલ કર્યુ છે. જેમાં કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે વર્તમાન સિૃથતિમાં તમામ સેક્ટરને રાહત આપવી શક્ય નથી.
સરકારે વધુમાં જણાવ્યું હતું કે રાજકોષીય નીતિની બાબતમાં કોર્ટે હસ્તક્ષેપ કરવો ન જોઇએ. આ અગાઉ પાંચ ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના અગાઉના સોગંદનામા અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. સરકારે પોતાના નવા સોગંદનામામાં જણાવ્યું હતું કે નીતિ ઘડતરનું કાર્ય સરકારનું છે અને કોઇ વિશેષ સેક્ટરને રાહત આપવા અંગે કોર્ટે વિચારણા કરવી ન જોઇએ.
બે કરોડ રૂપિયા સુધીની લોનના વ્યાજનું વ્યાજ માફ કરવાથી વધારે રાહત આપવી બેકિંગ સેક્ટર અને આૃર્થતંત્ર માટે ઘાતક પુરવાર થશે. આ દરમિયાન નાણા મંત્રાલય ડેવલોપમેન્ટ ફાઇનાન્સ ઇન્સ્ટીટયૂશન અને પીએસયુ અંગે નવી નીતિની રચના કરવાના પ્રસ્તાવ પર કાર્ય કરી રહ્યું છે. ટૂંક સમયમાં નાણા મંત્રાલય આ અંગનો પ્રસ્તાવ કેબિનેટ સમક્ષ રજૂ કરશે.


