*વરાડીયા ના સિમાડા માં ફસાયેલા 60 શ્રમજીવીઓ એ નાયબકલેકટર શ્રી અબડાસા ને મદદ ની અપીલ કરતા વિંઝાણ ગામ ના દાતા શૈયદ પરીવાર એ મદદ કરી*
અબડાસા 31
અબડાસા તાલુકા ના વરાડીયા ના સિમાડા માં ફસાયેલા 60 શ્રમજીવીઓ જેઓ પોતે ભચાઉ તાલુકાના નાથ પરીવારોને પોતાના કામકાજ અર્થે દર વર્ષે આવતા હોય છે તેમ આ વર્ષે આવ્યા હતા અને અહીં કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા પણ આ વખતે કોરાના વાઇરસ થી સમગ્ર દેશ ને અચાનક લોકડાઉન જાહેર કરવામાં આવતા આ શ્રમજીવીઓ ના ખાવા ના વાંધા પડતા ત્યારે અચાનક જ તે બાજુ કોઠારા પોલીસ ના સબ ઈન્સપેક્ટર જાડેજા સાહેબ પેટ્રોલીંગ પર નિકડયા હતા અને નજર પડતા તે પરીવારો ની પુછા કરતા તેઓ કોઠારા પોલીસ સમક્ષ પોતાની હાલ બયાન કરતા એક વખત પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી અને તાત્કાલિક ધોરણે બે દીવસ નો તે શ્રમજીવીઓ ને જમવા નું બંદોબસ્ત કરી આપેલ અને ત્યારબાદ તેઓ એ રેવન્યુ તલાટી ધીરજભાઈ મકવાણા ને જાણ કરતા તેમના તરફથી અબડાસા ના નાયબકલેકટર શ્રી ઝાલા સાહેબ ને આ પરિસ્થિતિ થી વાકેફ કરતા તેઓ તાત્કાલિક ધોરણે તાલુકા ના સખી દાતા પરીવાર તપાસ કરતા જાણવા મલ્યો કે વરાડીયા નજીક વિંઝાણ ના સૈયદ સલીમબાપુ અને ખીરસરા ના સરપંચ રજાક હિંગોરા જે આ કપરી પરીસ્થિતી મા જરૂરતમંદ લોકો ને મદદ કરી રહ્યા છે ત્યારે નાયબકલેકટર સાહેબ શ્રી એ તેઓ જાણ કરતા તેઓ તૈયારી બતાવી ને તાત્કાલિક ધોરણે તમામ શ્રમજીવીઓ ને તમામ માણસો માટે એક મહીના નો રાશન અને સાથે સબ્જી બકાલો અને નાના બાળકો માટે દુધ ના રોકડા રૂપિયા સહીત નાયબકલેકટર શ્રી ઝાલા સાહેબ ના વરદ હસ્તે તમામ શ્રમજીવીઓ ને આપવામાં આવેલ
સમગ્ર વ્યવસ્થા સૈયદ સજાદહુસૈન કરી હતી અને તેમની સાથે સોઢા આરીફભાઈ અને અશરફ હિંગોરા રહ્યા હતા રિપોર્ટર સૈયદ રજાકસા ટોડીયા