*શહેરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અત્યંત ગરીબ ,વિધવા અને દિવ્યાંગ વ્યક્તિઓને રાસન કીટનું વિતરણ કરવામાં આવ્યુ*
ગતરોજ શહેરા તાલુકાના બોરીયા ગ્રામ પંચાયત અને બીજી ૩ ગ્રામ પંચાયતોના કુલ છ ગામો માં શહેરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અત્યંત ગરીબ ,વિધવા અને દિવ્યાંગ વ્યક્તિઓને રાસન કીટનું વિતરણ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલીયા ની ઉપસ્થિતિમાં ઘટક સંઘના પ્રમુખ અનોપસિંહ બારીયા, ઉપપ્રમુખ અહેમદ ભાઈ પટેલ સહમંત્રી સુખદેવભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં 85 લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. બોરીયા વિસ્તારના આસુંદરિયા, જુના ખેડા, કોઠા ,બલુજીનામુવાડા, મોર ઉડારા, તથા રમજીની નાળ ખાતે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોઠા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મનસુખભાઈ મછાર,બલુજી ના મુવાડા ગ્રામ પંચાયતના સરપંચશ્રી મંગાભાઈ નાયકા સહિતશિક્ષક અગ્રણીઓ વાલ સિંગ ભાઈ વણઝારા ,હીરાભાઈ બામણીયા ,પી.આર બામણીયા બંસીલાલ, પર્વતસિંહ ઠાકોર રમણલાલ ભગત, કમલેશ પટેલ ,દિનેશ પટેલ ,સહિતહમીર ભાઈ બારીયા પણ ઉપસ્થિત રહી આજના કીટ વિતરણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો .શહેરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના આ કાર્યને આ વિસ્તારના અગ્રણીઓ સહિત તાલુકાના અગ્રણીઓએ આવકારી અભિનંદન પાઠવેલ હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ કોરોના મહામારી ના કપરા સમયે શહેરા તાલુકા સહિત લુણાવાડા તાલુકાના કેળ ગામે પણ ગરીબ આદિવાસી જાતિના લાભાર્થીઓને કીટ વિતરણ કરી સ્તુત્ય પગલું ભરેલ છે જેની ચારેકોર પ્રશંસા થઇ રહેલ છે. શહેરાના ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ સહિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર વી. એમ પટેલ પણ કીટ વિતરણ કાર્યક્રમમાં સહભાગી બની માનવતાના આ સેવાયજ્ઞ માં સામેલ થયા હતા.
રિપોર્ટર :- એજાજ કાજી. શહેરા