સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર શહેરમાં દુધરેજ વડવાળા ધામ ખાતે પ.પૂ. મહા મંડલેશ્વર 1008 શ્રી કનીરામબાપુ ના આજ્ઞા અનુસાર કોઠારી મુકુંદ સ્વામી દ્રારા આ વડવાળા મંદિર સેવકો અન્નક્ષેત્ર સેવા શરૂ કરવામાં આવી જ્યારે વિશ્વભરમાં કોરોના વાઈરસે માઝા મૂકી છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં અને જિલ્લામાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં મધ્યમ અને ગરીબ લોકો મજરીકામ કરતાં રોજનું કમાઈ અને રોજનું જમતા લોકો હાલમાં કરફ્યુ ના સમયમાં ભોજન માં મુશકેલી ના પડે તે માટે સેવાકીય સંસ્થાઓ અને મંદિર ના સંતો મહંતો સેવાના ભગીરથ કાર્ય માં મેદાને આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગર દૂધરેજ વડવાળા ધામ ના મહંત કનીરામ બાપુ ના આદેશ થી કોઠારી મુકુંદ સ્વામી દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં જયારથી લોકડાઉન જાહેર કરેલું છે ત્યારથી તે લોકડાઉન ના અંત સુધી માનવ સેવામાં આ મંદીરના સંતો મહંતો અને સેવકો તત્પર રહેશે અત્યારે દરરોજ જરૂરિયાત મંદ લોકોને બપોરે 1100 લોકોને અને સાંજે 800 લોકોને ભોજન જમાવવામાં આવે છે આ મંદીરના સેવકો દ્વારા બે ગાડીઓની અલગ અલગ ટીમ બનાવી શહેરના સાધારણ અને ગરીબ વિસ્તારોમાં ભુખ્યાને ભરપેટ ભોજન જમાડી માનવ સેવાનું ભગીરથ કાર્ય કરવામાં આવે છે જેમાં વડવાળા ધામ ના કોઠારી સ્વામી ના આયોજન દ્રારા પ્રાર્થભાઈ વીસાણી, ઘનશ્યામભાઈ રબારી, વજુભા ગઢવી સહિતના સેવભાવિ લોકો સેવાના ભગીરથ કાર્ય માં જોડાય માનવસેવા એજ પ્રભુ સેવાનું મહત્વનું ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું હતું
બાઈટ
કોઠારી શ્રી મુકુંદ સ્વામી
યજ્ઞેશ ગોસ્વામી
સુરેન્દ્રનગર