Gujarat

સોશિયલ મીડિયામાં પોસ્ટના આધારે હવે કોઈની ધરપકડ નહીં થાય. વિવાદી કલમ 66એ રદ્દ

*સોશિયલ મીડિયામાં પોસ્ટના આધારે હવે કોઈની ધરપકડ નહીં થાય. વિવાદી કલમ 66એ રદ્દ.*

*રાજકોટ શહેર તા.૨૧.૭.૨૦૨૦ ના દેશની સર્વોચ્ચ અદૃાલતે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એકટની કલમ.૬૬એ અંગે ઐતિહાસિક ફેંસલો આપતા તેને ગેરબંધારણીય ગણાવી છે. સાથોસાથ આ કલમને રદ્દ પણ કરી છે. કોર્ટે એક મોટો ફેંસલો સંભળાવતા ક્હ્યું છે કે આઇટી એકટની આ કલમ બંધારણની કલમ.૧૯(૧)નું ઉલ્લંઘન છે કે જે દેશના પ્રત્યેક નાગરિકને ’ભાષણ અને અભિવ્યકિતની સ્વતંત્રતાનો અધિકાર’ પ્રદાન કરે છે. અદાલતે ક્હ્યું છે કે, કલમ.૬૬એ અભિવ્યકિતની આઝાદીના મૂળ અધિકારનો ભંગ છે. સુપ્રિમ કોર્ટના આદેશ બાદ હવે ફેસબુક, ટ્વીટર, વ્હોટ્સએપ. જેવી સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર કોઇપણ પોસ્ટ મુકવા બદૃલ કોઇની ધરપકડ થઇ નહિ શકે. આ પહેલા કલમ.૬૬એ હેઠળ પોલીસને એ અધિકાર હતો કે તે ઇન્ટરનેટ પર લખેલી બાબતના આધારે કોઇપણની ધરપકડ કરી શકતી હતી. અત્રે એ નોંધનીય છે કે, સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલ અરજીઓમાં આઇટી એકટની કલમ.૬૬એ ને પડકારવામાં આવેલ. અરજદાર શ્રેયા સિંધલ કોર્ટના આ નિર્ણયને પોતાનો વિજય ગણાવતા કહૃાું હતું કે, અદાલતે લોકોના પ્રવચન અને અભિવ્યકિતની સ્વતંત્રતાના અધિકારને યથાવત રાખેલ છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200722-WA0008.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *