હાર્દિક પટેલની 3 વર્ષ જુના કેસમાં ધરપકડ
અમદાવાદના રામોલ વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલા રામોલનાં કોર્પોરેટર પરેશ પટેલના ઘરે તોડફોડ થઇ હતી એ કેસમાં હાર્દિકની પટેલની રામોલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
હાર્દિક પટેલ સહિત 60 સામે રાયોટિંગનો ગુનો નોંધાયો હતો. કોર્પોરેટર પરેશ પટેલના ફેસબુક પર વસ્ત્રાલ વિસ્તારના કેટલાક લોકોએ પાટીદાર આંદોલનને લઈને કોમેન્ટ કરી હતી. કોમેન્ટ મુદ્દે પરેશ પટેલ ફરિયાદ કરતાં પોલીસે કેટલાક યુવકોની અટકાયત કરી હતી.
જે મુદ્દે હાર્દિક પટેલ તથા અન્ય યુવકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રામોલ પોલીસ સ્ટેશન પહોંચીને યુવકોને છોડવાની માંગ કરી હતી. આ મુદ્દે હાર્દિક પટેલ સહિતના પાટીદારો પરેશ પટેલના ઘરે પણ પહોંચ્યા હતા. હોબાળો થતા પોલીસ કાફલો પહોંચતા હાર્દિક પટેલ સહિતના લોકો ત્યાંથી જતા રહ્યાં હતા.