રાજકોટ જીલ્લાના ઉપલેટામાં ન્યુ લાઈફ હોસ્પિટલ સારી કામગીરીને લઈ ખુબજ ચર્ચા માં છે આ હોસ્પિટલના ડૉ. બ્રિજેશ મોડિયા અનેક દર્દીઓ માટે ભગવાન સ્વરૂપ સાબિત થયા છે. પણ હાલના સમયને જોઈએ તો વિશ્વ ભરમાં કોરોના નો કહેર વર્તાય રહયો છે તો પણ આ ન્યુ લાઈફ હોસ્પિટલના ડૉ બ્રિજેશ મોરિયા પરિવાર ની ચિંતા કર્યા વિના 24 કલાક ઇમરજન્સી સેવા આપે છે આવોજ એક ઇમરજન્સી કેસ ઉપલેટા તાલુકા ના ખાખીજાળીયા ના દર્દી નો જોવા મલ્યો આ દર્દીને અચાનક છાતી માં દુખાવો થતા ન્યુ લાઈફ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ જયા દર્દી એવાં વિજયસિંહ ચુડાસમા ના હ્રદય નાં ધબકારા બંધ થયેલ.અને ત્યારે ત્યા હાજર ડોક્ટર બ્રિજેશ મોરિયા ભગવાન બનીને આવ્યા અને દર્દી નાં હ્રદય નાં ધબકારા બંધ થયેલ ત્યારે ત્રણ વખત બંધ થયેલ ધબકારા ને ચાલું કરવા માટે નોર્મલ શોર્ટ આપી ને પંપીંગ કરી નળી ખોલવા માટે ઇન્જેકશન આપી ને દર્દીનો જીવ બચાવી નવું જીવતદાન આપ્યું હતું અને દર્દીઓ ના રિલેટિવે ડૉ. બ્રિજેશ મોરિયાને ભગવાન સ્વરૂપ ગણી ખૂબ ખૂબ ધન્યવાદ આપી ખુશી અનુભવી રહ્યા હતા
રિપોર્ટ:-વિપુલ ધામેચા ઉપલેટા