દેશમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોને પગલે રાય સરકારો સાવચેતીભર્યા પગલા ઉઠાવી રહી છે. જે હેઠળ પશ્ચિમ બંગાળની સરકારે પણ નવો આદેશ કરતા સરકારી કાર્યાલયોમાં ૫૦% કર્મચારીઓને જ કામ કરવા જણાવ્યુ છે. સરકારે ખાનગી કંપનીઓને પણ આ આદેશનું પાલન કરવા નિર્દેશ આપ્યા છે.
આ સિવાય એક મહત્વની જાહેરાત કરતા બંગાળ સરકારે જણાવ્યુ કે આગામી ૬ મહિના સુધી રાયમાં ઘઉં–ચોખા મફત વહેંચવામાં આવશે. વાસ્તવિક સ્થિતિની વાત કરીએ તો પશ્ચિમ બંગાળની સરકાર અત્યાર સુધી રાયની ૭.૫ કરોડથી વધારે વસ્તીને બે પિયે કિલોના બાવથી ઘઉં–ચોખા આપી રહી છે, પરંતુ કોરોના વાયરસના લીધે મમતા સરકારે જાહેરાત કરી હતી કે આગામી ૬ મહિના સુધી તમામ લાભાર્થીઓને ઘઉં–ચોકા મફત આપવામાં આવશે. આ સિવાય બંગાળની મુખ્યમંત્રીએ જણાવ્યુ કે કોરોના વાયરસ સામે રાય સરકાર જરી પગલા ઉઠાવી રહી છે, વિદેશથી આવનારા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. તેમણે કેન્દ્ર સરકારને જરી સાધન–સામગ્રી મોકલવા અપીલ કરી હતી. દેશમાં કોરોના વાયરસના વધી રહેલા કેસો વચ્ચે બંગાળમાં પણ એક કેસ સામે આવી ચૂકયો છે