અમદાવાદ ની એક વેબ ચેનલના પત્રકાર ધવલ પટેલ ઉપર રાજદ્રોહનો કેસ કરી ગુજરાતના અને સૌરાષ્ટ્રના પત્રકારોને રાજકીય ઇશારે દબાવવાના પ્રયત્નો કરવાના ઘેરા પ્રત્યાઘાતો ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં પડેલા છે આ બનાવમાં રાજકીય ઈશારે ધવલ પટેલ સામે રાજદ્રોહનો ગુનો લગાડેલું હોય ઉપલેટા તાલુકા પત્રકાર સંઘના પ્રમુખ કૃષ્ણકાન્ત ચોટાઈ એ જણાવેલ હતું કે અધિકારીઓ રાજકીય ઈશારે પત્રકારો ઉપર ખોટી કલમો લગાડી ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા અને વેબ ચેનલોને દબાવવાના પ્રયત્નો કરે છે જે નિંદનીય છે ઉપલેટા તાલુકા પત્રકાર સંઘના પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ ની આગેવાનીમાં ઉપલેટા તાલુકા સંધના પત્રકારો જગદીશભાઈ રાઠોડ ભરતભાઈ રાણપરીયા કાનભાઈ સુવા કિરીટભાઈ રાણપરીયા અરશીભાઈ ખોડભાયા સહિતના પત્રકારોએ ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપી ધવલ પટેલ ઉપર લગાવેલ રાજદ્રોહના ગુના ની સમરી ભરવા અને ધવલ પટેલ દોષમુક્ત કરવા તથા જે અધિકારીઓએ ખોટી કલમો લગાડી પત્રકારો ને દબાવવાના પ્રયત્નો કરેલા છે તેમની સામે કાયદાકીય પગલાં ભરવાની માગણી કરી હતી
રિપોર્ટ વિપુલ ધામેચા ઉપલેટા