ઉપલેટા તાલુકામા મજુરી અર્થે આવેલા અંદાજે 200 જેટલા શ્રમિકોને પોતાના વતન જવાની છુટ મળી આ તમામ શ્રમિકોની ઉપલેટા મામલતદાર અને ટી. ડી. ઓ. દ્વારા મેડીકલ તપાસ કરી પ્રાઇવેટ બસોમાં રવાના કરવામાં આવ્યા
ઉપલેટા સહિત ભારતભરમાં કોરોના વાઈરસના પગલે લોકડાઉન ચાલું છે સરકાર શ્રી એ આપેલાં લોકડાઉન જાહેર થયા બાદ જે લોકો પોતાના વતનથી દુર ફસાયા છે તેવા પરપ્રાંતીય શ્રમિકો યાત્રીઓને સરકાર શ્રી તરફ મોટી રાહત આપવામાં આવી છે ગૂહમંત્રાલય તરફ આવા લોકોને પોતાના વતન પરતથી ફરવાની મંજૂરી આપવામાં આવી છે ત્યારે ઉપલેટા તાલુકાના જામટીમ્બડી, નવાપરા, ભીમોરા, મજેઠી, ભાંખ, નિલાખા,કોલકી,સાજડિયાળી,અને કુંઢેચ,માંથી અંદાને 200 જેટલા શ્રમિકો ને ઉપલેટા આરોગ્ય કેન્દ્ર દ્વારા મેડીકલ તપાસ કરવામાં આવી હતી આ મેડીકલ તપાસ મા કોરોના ના શંકાસ્પદ લક્ષણો ન મળતા આ તમામ શ્રમિકો ને તેમના વતન જેમાં કોઈ mp, દાહોદ,રતલામ, તળાજા જેવા શહેરના છે તમામ ને પરત ફરવાની સરકાર દ્વારા પરવાનગી મળતા તમામને ઉપલેટા ની મામલતદાર કચેરી તથા ઉપલેટા ટી ડી. ઓ.ઓફિસર દ્વારા પ્રાઇવેટ બસો મારફતે આ શ્રમિકોને પોતાના વતન પરત મોકલવામાં આવ્યા હતા. અને હજુ પણ બીજા અનેક મજૂરોને તેમના વતન મોકલવા માટે સરકારની મંજુરી મળતા તુરંત રવાના કરવામાં આવશે
રિપોર્ટ:-વિપુલ ધામેચા
ઉપલેટા:—–