રાજકોટના કાલાવડ રોડ પર ન્યુ કોલેજ વાડીમાં રહેતા દુબઈથી આવેલા નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર મયુરસિંહ ઝાલાનો કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ત્યારે તેમની સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે 13 માર્ચના રોજ તેઓ દુબઇ ગયા હતા અને 17 માર્ચના રોજ જ્યારે તે દુબઈથી પાછા આવ્યા એક દિવસ મુંબઈ રોકાયા બાદ તે રાજકોટ આવ્યા અને રાજકોટ આવ્યા બાદ તેમની તબિયત બગડી હતી તેમને શરદી તેમજ ગળામાં દુખાવો થતો હતો આથી તેઓ પ્રાથમિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ગયા હતા પરંતુ ફરજ પરના તબીબને મયુરસિંહ પોતે વિદેશથી આવ્યા હોવાનું જણાવ્યું હતું અને તેમને કોરોના નો રિપોર્ટ કરાવવા બાબતે સિવિલ હોસ્પિટલના તબીબ સાથે વાતચીત કરી હતી પરંતુ સિવિલના તબીબોએ માત્ર સી બી સી નો રિપોર્ટ કરી શરદી અને ઉધરસની દવા આપીને તેમને ઘરે આરામ કરવાનું જણાવ્યું હતું.
મયુર સિંહ ની તબિયતમાં કોઈ સુધારો ન આવતા તે કાલાવડ રોડ પર આવેલી રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા જ્યાં મયુરસિંહે વોકાર્ડ હોસ્પિટલ ના તબીબને પોતાને વિદેશથી આવ્યા હોય જેથી કોરોના નો રિપોર્ટ કરાવવા બાબતે ની વાત કરી હતી પરંતુ હોસ્પિટલના તબીબોએ પોતાની પાસે કોરોના ના રિપોર્ટ અંગેની કીટ નહી હોવાનું જણાવીને તેમને ત્યાંથી રવાના કરી દીધા હતા. સિવિલ હોસ્પિટલ અને વોકાર્ડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કોરોના નો રિપોર્ટ કરાવામાં આવ્યો ન હતો અંતે તે સિનર્જી હોસ્પિટલમાં દાખલ થયા હતા અને હાલ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મયુર સિંહ સાથે 13 માર્ચે દુબઈ તેમના મિત્ર બિલ્ડર પણ સાથે ગયા હોય હાલ તેમની સાથે સંપર્કમાં આવેલા તેમના પરિવારજનો અને તેમના મિત્રોને કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
મયુરસિંહ જ્યારે દુબઈથી આવ્યા ત્યારે તેમના પત્ની અમદાવાદ હતા જ્યારે માતા ધાંગધ્રા હતા અને પિતા જામનગર હતા પુત્ર ની તબિયત બરોબર ન હોવાની જાણ થતાં તેમના માતા ધાંગધ્રા થી રાજકોટ આવી ગયા હતા અને પત્ની પણ અમદાવાદથી તાત્કાલિક સેલ્ફ ડ્રાઇવ કરીને રાજકોટ પહોંચ્યા હતા અને પિતા પણ જામનગર થી રાજકોટ પહોંચ્યા હતા હાલ મયુરસિંહ ના પરિવારજનો તેમજ તેમના રસોઈયા ડ્રાઇવર અને તેમના મિત્રો ને કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે અને હાલ તેમના રિપોર્ટ કરવામાં આવનાર છે.
મયુરસિંહે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ તેમની તબિયત સુધારા ઉપર છે તેમને કોઈ તકલીફ નથી સિનર્જી હોસ્પિટલમાં તેમને ખાસ વોર્ડમાં રાખવામાં આવ્યા છે. તેમને સવારે નાસ્તો બપોરે ભોજન અને રાત્રે પણ જમવાનું આપવામાં આવે છે.