કોરોનો વાયરસને ફેલાતો અટકાવવા લાગુ કરવામાં આવેલ લોક ડાઉન નો ભંગ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી હાથ ધરતી જાફરાબાદ પોલીસ*
વર્તમાન પરિસ્થિતીમાં કોરોના વાયરસને વૈશ્વિક મહામારી ઘોષિત કરવામાં આવેલ છે અને દેશભરમાં *nCOVID – 19* ના સંક્રમણને અટકાવવા માટે કાર્યવાહી થઇ રહેલ છે. કોરોના વાયરસના કારણે મહામારી થતી અટકાવવા અને કોરોના વાયરસનો ફેલાવો થતો અટકાવવા માટે ગઇ કાલે રાત્રે ૧૨/૦૦ વાગ્યાથી દેશભરમાં *‘‘લોક ડાઉન’’* જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને જાફરાબાદ શહેર માં મેડીકલ સ્ટોર દુઘ અને કરિયાણાની દુકાનો સામે સફેદ કલર એક એક મીટર ના અંતર રાખી ગોળ ચકરડા જાફરાબાદ પોલીસ દ્વારા કરાવવા માં આવ્યા અને તેમાજ ગ્રાહક ઉભા રહીને ખરીદી કરવા સુચના આપવ મા આવેલ છે *જાફરાબાદ પોલીસ દ્વારા કોરોના વાયરસના કારણે જાફરાબાદ તાલુકા ના વિસ્તારોમાં પ્રવેશ કરતાં તથા બહાર જતાં વાહનોને અટકાવવા, માટે *ચેકપોસ્ટ* શરૂ કરી,જરૂરી બેરીયર ઉભા કરી, નાકાબંધી કરી, વાહનોની અવર-જવર પર પ્રતિબંધ લગાવવા માટે ‘‘લોક ડાઉન’’ નો ચુસ્ત પણે અમલ કરાવવા લોકો ને જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ છે.
કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે *જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમરેલી* નાઓ તરફથી *સી.આર.પી.સી. કલમ ૧૪૪ મુજબનું જાહેરનામું* બહાર પાડવામાં આવેલ છે તેમજ રાજ્ય સરકાર દ્વારા પણ કોરોના વાયરસનો ફેલાવો થતો અટકાવવા નોટીફીકેશન બહાર પાડી કાયદાકીય જોગવાઇઓ કરવામાં આવેલ છે.
આમ, કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના સંક્રમણને રોકવા *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ* ની સુચના અને માર્ગદર્શન મુજબ *નિરીક્ષક તરીકે આવેલા ડી વાઈ એસ પી ઓઝા સાહેબ જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં ના પી આઇ જે ડી ઝાલા સાહેબ પી એસ આઈ ચોહાણ સાહેબ કટિબધ્ધ અને સતત કાર્યશીલ છે.*.
રિપોર્ટ. બારૈયા મહેશ – જાફરાબાદ