: કોરોના વાયરસની મહામારી ને લઈ ને ગુજરાત રાજ્ય મુખ્ય મંત્રી ના રાહત ફન્ડ માં રૂ. 1લાખ નો ચેક લીંબડી કબીર આશ્રમ સંસ્થા એ અર્પણ કરિયો
હાલ માં સમગ્ર દુનિયા માં કોરોના વાયરસ ના મહારોગ ના ભરડા માં આવી ગયો છે ત્યારે અપડો ભારત પણ તેમાં સપડાઈ ચુકિયું છે. આ કોરોના વાયરસ સંક્રમણના કેટલાય કેશો સામે આવ્યા છે.
આ સમયે લીંબડી કબીર આશ્રમ સંસ્થા એ ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રીના રાહત ફન્ડ માં રૂ. 1,00, 000/- (એકલાખ) રૂપિયા નું અનુદાન કરવામાં આવ્યું છે એક સંસ્થા દ્વારા માનવ સેવા નું ઉદાહરણરૂપ જોવા મલ્યું છે.
જેમાં લીંબડી કબીર આશ્રમ ના પૂજ્ય મહંત શ્રી ચરણદાસજી બાપુના હસ્તે ગુજરાત રાજ્ય ના પૂર્વ મંત્રી શ્રી કિરીટસિંહ રાણા સાહેબ અને લીંબડી તાલુકા મામલતદાર સાહેબ શ્રી મહાવીરસિંહ રાણાએ આ ચેક મુખ્ય મંત્રી વતી સ્વીકારેલ હતો.
મુખ્ય મંત્રી રાહત ફન્ડ માં ચેક અર્પણ કરતી સમયે લીંબડી શહેરના સામાજિક કાર્યકરો શ્રી ચતુરભાઈ પટેલ, શ્રી રઘુભાઇ ભરવાડ, પ્રવીણભાઈ ના ઉપસ્થતી માં ચેક આપવામાં આવ્યો હતો.
રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી.