જામનગર કલેકટરશ્રી દ્વારા કરાયું જનતા સંબોધન….
લોકેશન :- કલેક્ટર કચેરી જામનગર
– જામનગર કલેકટરશ્રી દ્વારા કરાયું જનતા સંબોધન. લોકો સ્વયંશિસ્તનું પાલન કરી ઘરમાં રહે, અન્યથા તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવશે…
– જામનગર તા ૨૬ માર્ચ, કલેકટરશ્રી જામનગરએ આજરોજ જનતા સંબોધન કરતા કહ્યું કે, હાલ સુધી તંત્ર અને પોલીસ દ્વારા અતિ સંયમપૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને જામનગરના ઘણા નાગરિકો વધુ છૂટછાટ લઇ રહ્યા છે. ત્યારે લોકોને અગાઉ વિનંતી કરવામાં આવેલ છે કે કારણ વગર ઘરની બહાર ન નીકળશો, પરંતુ હજુ પણ અનેક લોકો બિનજરૂરી બહાર નીકળી રહ્યા છે. દરેક વિસ્તારોમાં લોકોના ખુબ નજીકના ૧થી ૨ કિમી.ના વિસ્તારમાં જ દવા, કરિયાણા, દૂધ અને ફળફળાદી માટેની વ્યવસ્થાઓ છે જ પરંતુ ઘણા લોકો હાલ પણ ચારથી પાંચ કિલોમીટર દૂર જઈને દવા, દૂધ કે શાકભાજી વગેરેનું બહાનું આપે છે. ઘણા લોકો હાપા માર્કેટિંગ યાર્ડ સુધી પણ શાકભાજી લેવા જાય છે જ્યારે કે તંત્ર દ્વારા દરેક વિસ્તારોની કરિયાણાની દુકાન, દૂધની કે દવાની દુકાન, શાકભાજીની દુકાનોને ૨૪ કલાક સુધીની પણ પરમીશન આપવામાં આવી છે. ત્યારે હાલ જે લોકો નિયમોનું પાલન કરી રહ્યા નથી તે તેમના જીવનને જોખમમાં મુકી રહ્યા છે અને પરિવારને પણ જોખમમાં મુકી રહ્યા છે. મહામારીના સમયમાં આ રોગચાળો ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે ત્યારે જામનગરની સ્થિતિને શાંતિપૂર્ણ રાખવા પોલીસ બળપ્રયોગ કરી રહી નથી પરંતુ જો આગળ પણ હવે લોકો નહીં સમજે તો તંત્રને અને પોલીસ અધિક્ષકશ્રીને જરૂર પડ્યે કડક કાર્યવાહી કરવી પડશે તેની સર્વે જનતા નોંધ લે અને સ્વયંશિસ્તથી ઘરમાં રહી કોરોનાથી પોતાના પરિવારને અને પોતાને મુક્ત રાખવાની પહેલ કરે.
અહેવાલ :- હર્ષલ ખંધેડિયા – કાલાવડ