દેવભૂમિ દ્વારકા જિલ્લા ના મુખ્ય મથક જામ ખંભાળિયા માં
દેવળિયા પાટીયા થી કુરંગા ફોરલેન હાઇવે કામ અંગે તપાસ થવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
જાણવા પણતી વીગત પ્રમાણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના દેવળીયા પાટીયા થી દેવભૂમિ દ્વારકાના કુરંગા સુધીના ચાલતા ફોરેન આરસીસી રોડના કામમાં ભયંકર બેદરકારી સબ જવાબદારો સામે ઉચ્ચ તપાસો ના પગલા લેવા સંદર્ભે પત્ર જાડેજા કિરીટસિંહ નટુભા દ્વારા તારીખ 2 12 2020 ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર ને લેખિતમાં ફરિયાદ કરેલ છે. તેની જાણ લગત વિભાગોને પણ કરવામાં આવી છે ત્યારે આ કામની એજન્સી જી આર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લી.દ્વારા બેરોકટોક અને નિયમોનુ ભંગ ખુલે આમ કરવામાં આવી રહી હોય તેમ જ રોયલ્ટી વગર હલકી ગુણવત્તાવાળા માટી મોરમ વગેરે ઉપયોગમાં લઇ કોઈપણ જાત જાતની સાવચેતી રાખ્યા વગર અને કોઈપણ જગ્યાએ ડાઇવર્ઝન પાકા કરવા વગર આરસીસી રોડના કામમાં પૂરતા પાણીના છટકાવ વગર માત્ર દેખાવ અને સેમ્પલ પૂરતું અનેક પ્રકારે ક્ષતિયુક્ત આ કામમાં બેદરકારી દાખવવામાં આવી રહ્યા નો જણાઈ આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક જવાબદાર અધિકારીઓ આ કામ મા આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું જાગૃત નાગરિક મોટા માંઢા ના માજી સરપંચ કિરીટસિંહ.પી. જાડેજા દ્વારા ફરિયાદ અન્વયે ઉચ્ચ તપાસો સહ પગલાં લેવા માટે અને દોષિતો સામે ખાતાકીય રાહે પગલાં લેવા માટે તેમજ સરકારશ્રીના કરોડો રૂપિયાના આ કામમાં ભ્રષ્ટાચાર ઉપર રોક લાગે તેમજ આ કામની એજન્સીને બ્લેક લિસ્ટ કરવામાં આવે તેવી ફરિયાદ સાથે સદરહું ચાલુ કામમાં બેદરકારી દર્શાવતાં ફોટોગ્રાફ પણ રજૂ કરવામાં આવ્યા છે.
કિરીટસિંહ પથુભા જાડેજા દ્વારા આ વિનંતી ભરી ફરિયાદ માનનીય મુખ્ય મંત્રીશ્રી ગાંધીનગર,સચિવશ્રી માર્ગ અને મકાન ગાંધીનગર, પ્રમુખશ્રી જીલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા, પ્રાંત અધિકારીશ્રી ખંભાળિયા, એસ.પી સાહેબ જામખંભાળીયા તથા ખાણ ખનીજ અધિકારી શ્રી જામખંભાળિયા ને આ વિનંતી ભરી ફરિયાદ કરવામાં આવેલ છે. અને સાથોસાથ આ રોડના કામમાં ચાલતી બેદરકારીના ફોટોગ્રાફ અને ઉચ્ચ અધિકારીઓને એક જાગૃત નાગરિક તરીકે તપાસ લેવા માટે લેખિતમાં જ્ઞાનકી કરવામાં આવેલ છે.
આમ છતાં આજદિન સુધી આ રોડના કામમાં બેદરકારી દાખવવા ઉપર કોઈપણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી.
અને સાથોસાથ એજન્સી દ્વારા રોજના કામ માટે સિંહણ નજીકથી ગેરકાયદેસર મટીરીયલ્સ( માટી મોરમ) ઉપાડી સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવે છે.અને કોઈ પણ મંજુરી વગર લાખો ટ્રક વડાલીયા સીંહણ ની જમીન માંથી ઉપારીને રોડ માં ઉપયોગ કરે છે વડાલીયા સીંહણ ના જાગૃત નાગરિક દ્વારા જણાવીયા મુજબ વડાલીયા સીંહણ ના જાહેર રસ્તા ખોદુને માટી મોરામ એજનસી દ્વારા ઉપારીને રોડ માં ઉપયોગ લીયે છે તે ને ધ્યાનમાં લઈને ખાણ ખનીજ ના અધીકરીઓ ત્રણ વખત સ્થળ તપાસ કરવા ગયેલ હતા અને રોઝ કામ પણ કરવામા આવ્યો હતો અને કેટલીક માટી મોરમ ઉપારેલ છે તેનું માપ પણ કરવામાં આવ્યો હતો તો હવે જોવાનું એ રહ્યું કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ અહેવાલને જોયને આગરની કાર્યવાહી અને કાયદેસરની કાર્યવાહી કરસે કે શું??? રિપોર્ટર વિતલ પીસાવાડિયા સાથે દિપેશભાઈ ઝોલાય



