દ્વારકા…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના બેટ દ્વારકા ગામને કંટેઈનમેન્ટ ઝોન અને બાફર ઝોન માંથી મુક્ત કરવામાં આવ્યું. જિલ્લામાં મળી આવેલા કોરોના પોઝીટીવ ના કેસો બાદ જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડી બેટ દ્વારકા અમુક વિસ્તારને કંટેઈનમેન્ટ અને બફર ઝોન જાહેર કર્યો હતો, પરંતુ કોરોનાના દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ છેલ્લા 14 દિવસથી એક પણ કેસ ન થતાં આજરોજ બેટ દ્વારકાને કંટેઈનમેન્ટ અને બફર ઝોન માંથી મુક્ત કરતો પરિપત્ર જિલ્લા કલેકટર નરેન્દ્ર મિણા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
કેતન પંડયા



