*પંચમહાલ જિલ્લાના 2.14 લાખ રેશનકાર્ડ ધારકોને સરકાર દ્વારા એપ્રીલ માસનું મફત અનાજ મળશે જેનો કુલ 10 , 87 , 598 વ્યક્તિઓને લાભ મળશે*
*બોક્સ માં :—-* 40 લાખ કિલો ઘઉં , 17 લાખ કિલો ચોખા , 3 લાખ કિલો ખાંડનું મફતમા વિતરણ.
*બોક્સ માં :—* 2.14 લાખ રેશનકાર્ડ ધારકોને એપ્રિલનું અનાજ મફત મળશે.
– પંચમહાલ જિલ્લાના કુલ 10 , 87 , 598 વ્યક્તિઓને લાભ મળશે.
પ્રાપ્ત માહિતી અનુસાર , હાલ કોરોના વાઇરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે અને તેનો પેસારો ભારતમાં પણ જોવા મળી રહ્યો છે અને આજની તારીખે લગભગ 900 ઉપરાંત કેસો જોવા મળી રહ્યા છે , અને ગુજરાતમાં 50 ઉપરાંત કેસો છે જેમાં વધારો થતો રહે છે
ભારત સરકાર દ્વારા તેનો વધુ ફેલાવો ન થાય અને એક બીજાથી અંતર બની રહે તે માટે 24 માર્ચની સમગ્ર ભારતમાં 21 દિવસ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે , લોક ડાઉન દરમ્યાન ગરીબ પરિવારને ભોજન માટે તકલીફ ન પડે તે માટે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ 60 લાખ રેશનકાર્ડ ધારકોને એપ્રીલ માસનું મફતે અનાજ આપવાનો નિર્ણય લીધો છે . જેમા પંચમહાલના 2,14,079 . રેશનકાર્ડ ધારકો હાલ રેશનીંગનો લાભ લઇ રહ્યા છે , ત્યારે એપ્રીલ માસમાં લાભાર્થિઓને આશરે 40 લાખ કિલો ઘઉં , 17 લાખ કિલો ચોખા તથા 3 લાખ કિલો મોરસનું મફતમાં વિતરણ કરવાનું 1 એપ્રિલથી તમામ રેશનીંગનું દુકાનમાં ચાલુ કરવામાં આવશે જેથી લોકડાઉન દરમ્યાન ગરીબ ભોજન કરી શકે અને તેમ ને કોઈ તકલીફ ન પડે . અને ગરીબ લોગો ને કોઈ તકલીફ નાં પડે એવું સરકાર ની સરસ કામગીરી.
રિપોર્ટર :- એજાજ કાજી.શહેરા