નવી દિલ્હી: વિવાદીત પીએમ કેયર્સ ફંડને લઈને એક વખત ફરીથી વિવાદ વકર્યો છે. સરકારે હાલમાં જ આ ટ્રસ્ટના દસ્તાવેજ-ન્યાસ વિલેખ એટલે ટ્રસ્ટ ડીડ-ને સાર્વજનિક કર્યા, જેના પર પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે.
આને સરકારના દાવાઓ પર જ વિરોધાભાસ ઉત્પન્ન થઇ રહ્યાં છે કે, પીએમ કેયર્સ ફંડ પ્રાઈવે છે કે સરકારી. એક તરફ આને કોર્પોરેટ ચંદો મેળવવા માટે સરકારી ટ્રસ્ટના રૂપમાં પરિભાષિત કરવામાં આવ્યું છે.
જ્યારે બીજી એક તરફ ક્લોઝમાં આને પ્રાઈવેટ અથવા ખાનગી ટ્રસ્ટ બતાવવામાં આવ્યો છે, જે પીએમ કેયર્સ ફંડને આરટીઆઈ એક્ટના દાયરામાંથી બહાર રાખે છે.
દસ્તાવેજ અનુસાર, પીએમ કેયર્સ ટ્રસ્ટને દિલ્હીના મહેસૂલ વિભાગમાં નોંધણી કરવામાં આવી છે. વડાપ્રધાન આના અધ્યક્ષ છે અને સરકારના વરિષ્ઠ મંત્રીઓને આના ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે.
આમાં સરકારના ટોચના પદો પર બેસેલા લોકોમાં સામેલ હોવા છતાં આને ડીડમાં પ્રાઈવેટ ગણાવ્યું છે.
તેના પોઈન્ટ નંબર 5.3માં કહેવામાં આવ્યું છે કે, કોઈપણ પ્રકારે ટ્રસ્ટના કામકાજમાં કેન્દ્ર સરકાર અથવા કોઈ પણ રાજ્ય સરકારોનું કોઈ નિયંત્રણ નથી.
જણાવી દઈએ કે, કોરોના વાયરસના કારણે ઉત્પન્ન થયેલી વિષમ પરિસ્થિતિઓથી લડવાના ઉદ્દેશ્યથી જનતા અને કોર્પોરેટથી આર્થિક મદદ મેળવવા માટે 27 માર્ચે પીએમ કેર ફંડની રચના કરવામાં આવી હતી. જોકે, પીએમ કેર ફંડ શરૂઆતથી જ વિવાદોમાં ઘેરાયેલું રહ્યું છે.
પીએમ કેર ફંડના વિરોધનો મુખ્ય એક કારણ તે છે કે, સરકાર આનાથી જોડાયેલી આધારભૂત જાણકારીઓ જેવી કે, આમાં કેટલી રાશિ પ્રાપ્ત થઈ, આ રાશિને ક્યાં-ક્યાં ખર્ચ કરવામાં આવી, તેની જાણકારી આપવામાં આવી રહી નથી.
વડાપ્રધાન કાર્યાલય આરટીઆઈ એક્ટ હેઠળ આ ફંડ સાથે જોડાયેલી બધી જાણકારી આપવાથી સતત ઇનકાર કરતું આવ્યું છે.
પીએમઓનો દાવો છે કે, આ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ છે અને આ કોઈ સરકારી આદેશ પર નહીં પરંતુ વડાપ્રધાનની અપીલ પર બનાવવામાં આવ્યો છે, તેથી આના પર આરટીઆઈ એક્ટ લાગું થઇ શકે નહીં.
જોકે, આરટીઆઈ હેઠળ પ્રાપ્ત દસ્તાવેજોથી ખબર પડે છે કે, કોર્પોરેટ મંત્રાલયે પોતાની ફાઈલોમાં લખ્યું છે કે, પીએમ કેર ફંડની રચના કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા રચવામાં આવેલો કોઈપણ વિભાગ આરટીઆઈ એક્ટના દાયરામાં આવે છે.


